ગુજરાતમાં વરસાદ - સવારથી અત્યાર સુધી : માંગરોળમાં 12 ઈંચ, માળીયા હાટીનામાં 8 તો કુતિયાણામાં 5 ઈંચ, જુઓ ક્યાં કેવી સ્થિતિ

Gujarat Rain News Update : ગુજરાતમાં ભારે વરસાદ (Heavy Rain) ના કારણે જુનાગઢ, પોરબંદર, ભાવનગર, સુરત, આણંદ સહિતના જિલ્લામાં ઠેર ઠેર રોડ રસ્તા પર પાણી ફરી વળ્યું છે. અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે.

Gujarat Rain News Update : ગુજરાતમાં ભારે વરસાદ (Heavy Rain) ના કારણે જુનાગઢ, પોરબંદર, ભાવનગર, સુરત, આણંદ સહિતના જિલ્લામાં ઠેર ઠેર રોડ રસ્તા પર પાણી ફરી વળ્યું છે. અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain News Update

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ

Gujarat Rain News Update : ગુજરાતમાં ગઈકાલથી અત્યાર સુધી વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગરમાં ઠેર-ટેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડ જિલ્લામાં મેઘો મહેરબાન જોવા મળી રહ્યો છે. આ બાજુ મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડામાં માતર, સોજિત્રા અને ઉમરેઠમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. જન જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. તો જોઈએ ક્યાં હાલ કેવી સ્થિતિ છે, તથા સવારથી લઈ અત્યાર સુધી ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

Advertisment

જુનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ

સૌરાષ્ટ્રના જુનાગઢમાં વહેલી સવારથી જ અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેને પગલે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. સૌથી વધારે ખરાબ હાલત માંગરોળ અને માળિયા હાટીનામાં સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. નદીઓ ગાંડી તૂર થઈ છે. નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. રોડ રસ્તા બંધ થતા સન્નાટો જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર વાહન ચાલકો ફસાઈ ગયા છે. માંગરોળમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે, તો માળિયા હાટીનામાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. કેશોદ અને માણાવદરમાં 4-4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

માગરોળમાં રસ્તા બેટમાં ફેરવાયા - સોશિયલ મીડિયા વાયરલ વીડિયો

તંત્રએ ઘરની બહાર ન નીકળવા કરી અપીલ

ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. નદીઓ ગાંડી થઈ છે. જેને પગલે સાવચેતીના ભાગરૂપે તંત્રએ લોકોને ઈમરજન્સી કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. નદી, નાળા નજીક ન જવા પણ અપીલ કરી છે. તંત્ર દ્વારા જુનાગઢ જિલ્લામાં એનડીઆરએફની ટીમો મોકલી દેવામાં આવી છે. વેરાવળમાં આંબેડકરનગર, ભીડિયા, વગેર વિસ્તારમાં રાહત બચાવ કામગીરી કરવામાં આવી છે.

Advertisment

માંગરોળના નાગીછાણામાં ઠેર ઠેર પાણી - સોશિયલ મીડિયા વાયરલ વીડિયો

,

વેરાવળ સોમનાથ બાયપાસ બંધ કરવામાં આવ્યો

ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અનારાધાર વરસાદને પગલે રોડ રસ્તા પર પાણી ફરી વળતા અનેક રસ્તા બંધ થયા છે. કેટલાએ ગામના રસ્તાઓ પર પાણીને પગલે ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

કેશોદ માંરોળ રોડ - સોશિયલ મીડિયા વાયરલ વીડિયો

,

માંગરોળ જુનાગઢ બાયપાસ - સોશિયલ મીડિયા વાયરલ વીડિયો

,

સવારથી અત્યાર સુધી ક્યાં કેટલો વરસાદ નોંધાયો

જો સવારથી અત્યાર સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ તો, જુનાગઢના માંગરોળમાં સૌથી વધુ 12 ઈંચ, ત્યારબાદ માળિયા હાટીનામાં 8 ઈંચ, પોરબંદના કુતિયાણામાં પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તો જુનાગઢના કેશોદ, માણાવદર, આણંદના તારાપુર અને સોજિત્રા, સુરતના ચોરાસી, જુનાગઢ શહેર, ગીર સોમનાથના વેરાવળ, ભાવનગરના વલ્લભીપુરમાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ બાજુ વલસાડના વાપી, ખેડાના માતર, આણંદના ઉમરેઠ, જુનાગઢના વંથાલી, ભાવનગર શહેરમાં 3.50 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો ગીર સોમનાથના સૂત્રાપાડા, વલસાડના કપરાડા અને ખેડાના વાસોમાં 2.50 ઈંચથી વધુ વરસાદ નોંધાયો, તો ભરૂચના હાંસોટ, રાજકોટના જેતપુર, જામનગરના કાલાવડ, ભાવનગરના ઘોઘા અને ખેડા શહેરમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

,

આ પણ વાંચો - ગુજરાત વરસાદ આગાહી Update : આગામી 12 કલાક હજુ આ 8 જિલ્લાઓ માટે અતિભારે, તો 11 જિલ્લા માટે ભારે

,

મંગળવારે ક્યાં કેટલો વરસાદ પડ્યો હતો

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગીર સોમનાથ જિલ્લામાં નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં 22 ઈંચ વરસાદ, વેરાવળમાં 19.50 ઈંચ વરસાદ, તલાલામાં 12 ઈંચ, કોડિનારમાં 8.50 ઈંચ વરસાદ નોંધાયો છે. તો બીજા નંબરે રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. અહીં ધોરાજી તાલુકામાં 12 ઈંચ વરસાદ, જામકંડોરણામાં 7 ઈંચ, ઉપલેટામાં 4.50 ઈંચ, ત્યારબાદ જુનાગઢ જિલ્લામાં માંગરોળમાં 8 ઈંચ, મેદરડામાં 4.25 ઈંચ, કેશોદમાં 3.50 ઈંચ, વિસાવદરમાં 2.50 ઈંચ, માણાવદરમાં 2.25 ઈંચ વરસાદ ખાબક્યો છે તો માલિયા હાટિનામાં પણ 4.25 ઈંચ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં વલસાડના વાપીમા સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. વાપીમાં 4.50 ઈંચ, સુરત શહેરમાં 4.25 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય નવસારીના ખેરગામમાં 2.50 ઈંચ, વલસાડ સીટી અને ઉમર ગામમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે.

વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ