Gujarat Weather : ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ, આજે 23 જિલ્લામાં પડશે ભારે વરસાદ

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : હવામાન વિભાગે આજે મંગળવારના દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે મંગળવારે રાજ્યના 23 જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે.

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : હવામાન વિભાગે આજે મંગળવારના દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે મંગળવારે રાજ્યના 23 જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
aaj nu havaman gujarat rain forecast

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી - photo- IMD

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ ફરીથી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે. મેઘરાજા ફરીથી આળસ મરડીને ઉભા થયા છે અને જોરદાર બેટિંગ કરી રહ્યા છે. સોમવારના દિવસ દરમિયાન 115 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થતો જાય છે. ત્યારે હવામાન વિભાગે આજે મંગળવારના દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે મંગળવારે રાજ્યના 23 જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે.

Advertisment

ગુજરાતમાં 23 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે આજે 22 જુલાઈ 2025, મંગળવારના દિવસે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલ, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરી હતી.

અહીં પડશે હળવાથી મધ્યમ વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,ગાંધીનગર, અરવલ્લી ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાંચોઃ- Sanand Resort Liquor Party: અમદાવાદ નજીક સાણંદના રિસોર્ટમાં હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટીમાં પોલીસ ત્રાટકી, 39 પીધેલા ઝડપાયા

Advertisment

આ ઉપરાંત વલડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં 30-40 કિલોમીટર પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.

વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત