Gujarat rain forecast : ગુજરાતમાંથી વરસાદ ગાયબ! આજે છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા, અહીં પડશે ભારે વરસાદ

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવામાન વિભાગે આજે બુધવાર માટે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરી છે. જોકે, છ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવામાન વિભાગે આજે બુધવાર માટે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરી છે. જોકે, છ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update

ગુજરાતમાં વરસાદની બ્રેક - Express photo

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં વરસાદ જાણે ગાયબ થયો હોય એમ મંગળવારે દિવસ દરમિયાન આખા ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. મેઘરાજા એકદમ આરામ મોડ પર આવી ગયા હોય એવું લાગી રહ્યું છે. વરસાદ અડધા ઈંચ કરતા અને વિસ્તારમાં 10 તાલુકાની નજીક આવી ગયો હતો. ત્યારે હવામાન વિભાગે આજે બુધવાર માટે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરી છે. જોકે, છ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.

Advertisment

રાજ્યના 6 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે બુધવાર માટે છ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.

રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. આજે બુધવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચોઃ- Ambaji Bhadarvi Poonam 2025: જો તમે દર્શન કરવા અંબાજી જઈ રહ્યા છો તો આટલું વાંચી લો, તમને કામ લાગશે

Advertisment

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત