ગુજરાત વરસાદ : હજુ બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ભારે, હવામાન વિભાગની ખતરનાક આગાહી

Gujarat Weather Forecast : રાજ્યભરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. આ સ્થિતિમાંથી હજુ રાહત મળે તેવી સંભાવના ઓછી છે

Gujarat Weather Forecast : રાજ્યભરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. આ સ્થિતિમાંથી હજુ રાહત મળે તેવી સંભાવના ઓછી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain, Gujarat, Rain, imd forecast

કચ્છ અને સૌરાષ્ટ્રમાં હજુ 2 દિવસ રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

Gujarat Weather Forecast, ગુજરાત વરસાદ આગાહી, હવામાન વિભાગની ચેતવણી : ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે રાજ્યભરમાં પાણી જ પાણી જોવા મળે છે. રાજ્યભરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. આ સ્થિતિમાંથી હજુ રાહત મળે તેવી સંભાવના ઓછી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં હજુ 2 દિવસ રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisment

28 ઓગસ્ટના રોજ વરસાદની આગાહી

28 ઓગસ્ટને બુધવારના રોજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, પોરબંદર, ગીર સોમનાથ, દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisment

આ પણ વાંચો - રાજકોટમાં ભારે વરસાદના કારણે લોકમેળો રદ, બે દિવસમાં રાજ્યમાં વરસાદથી ચારના મોત

29 ઓગસ્ટના રોજ વરસાદની આગાહી

29 ઓગસ્ટને ગુરુવારના રોજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, પોરબંદર, ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

આ ઉપરાંત અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત