/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-6.jpg)
Gujarat Rain : હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
Gujarat rain IMD update : ગુજરાતમાં હવામાન વિભાગે ચાલુ સપ્તહે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે અને રવિવારે વહેલી સવારથી જ ઘણા સ્થળોએ ભારે પવન અને વીજળીના તડકા-ભડાકા સાથે વરસાદ પડવાનો શરૂ થઇ ગયો છે. 5 જૂને અરબી સમુદ્રમાં સંભવિત ચક્રવાતને કારણે ગુજરાત પર નીચું દબાણ સર્જાયુ છે અને તેના પરિણામે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે સપાટી પરના પવનની ઝડપ 30 થી 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની ચેતવણી જાહેર કરી છે. જેમાં ઝડપથી વધારો પણ થઈ શકે છે, જે 50 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. મંગળવાર સુધીમાં રાજ્યમાં વરસાદની સંભાવના છે.
અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં સવારમાંથી વરસાદ શરૂ
અમદાવાદમાં સવારે પોણા સાત વાગેની વીજળીના તડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. શનિવારે ગરમી અને બાફ-ઉકળાત બાદ રવિવારે વહેલી સવારથી વરસાદ વરસવાનું શરૂ થઇ ગયુ છે. તેવી જ રીતે ઉત્તરગુજરાતમાં પણ પવન અને વીજળી સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઇ હતી તો લોકોને કામકાજમાં મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો હતો.
Gujarat rain update : Cyclone and 🌧️ raining in Ahmedabad & Mehsana
ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા સહિત ઘણા સ્થળોએ રવિવારે વહેલી સવારથી જ ભારે પવન અને વીજળી સાથે વરસાદ શરૂ pic.twitter.com/BRiFzW1Ar6— IEGujarati (@IeGujarati) June 4, 2023
અરબી સમુદ્રમાં દબાણ સર્જાયું
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, IMD અમદાવાદના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, “5 જૂને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં ચક્રવાતી પરિભ્રમણ થવાની સંભાવના છે, જેના પરિણામે 7 જૂન સુધીમાં લો પ્રેશર એરિયા બનશે.”
આ પણ વાંચોઃ ગુજરાત વરસાદ : અમદાવાદ સહિત આ શહેરોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના
ભારે પવન સાથે આવી શકે છે વરસાદ
અમદાવાદ, આણંદ, ભરૂચ અને વડોદરા તેમજ ભાવનગર અને બોટાદ જિલ્લામાં શનિવાર સવાર સુધી 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે હળવો અને સપાટી પરનો પવન ફૂંકાવાની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં પણ પવનની તીવ્ર ગતિ 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવાની સંભાવના છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us