/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Varsad-57.jpg)
ગુજરાત વરસાદ અપડેટ્સ
Kutch Weather Update, IMD Red Alert (કચ્છ હવામાન અપડેટ): ગુજરાતમાં ચાર દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ હવે વરસાદનું જોર ઘટ્યું છે. વરસાદની માત્રામાં પણ ઘટાડો થયો છે. કચ્છ જિલ્લાને છોડીને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે. જોકે, છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છ જિલ્લામાં નોંધાયો હતો. આ ઉપરાંત દ્વારકામાં પણ સવા 7 ઈંચ વરસાદ નોંધાયો હતો.
આજે વરસાદનું જોર ઘટ્યું, 36 તાલુકામાં વરસાદ
આજે શુક્રવારે સવારથી જ વરસાદનું જોર ઘટ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 30 ઓગસ્ટ 2024, શુક્રવારના રોજ સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા વચ્ચે ગુજરાતમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના મુંદ્રામાં એક ઈંચ નોંધાયો હતો.જોકે, બાકીના તાલુકામાં અડધા ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે.
કચ્છ જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ, માંડવી 15 ઇંચ વરસાદ સાથે જળબંબાકાર
મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રને ગમરોળ્યા બાદ મેઘરાજાની સવારી ગુરુવારે કચ્છ તરફ વળી હતી. મેઘરાજાએ ગુરુવારે સમગ્ર કચ્છ જિલ્લામાં ધમાકેદાર બેટિંગ કરી હતી. ભારે વરસાદના પગલે સમગ્ર કચ્છ જિલ્લો પાણી પાણી થયો હતો.વરસાદના આંકડાની વાત કરીએ તો રાતના બે વાગ્યા સુધીમાં માંડવીમાં સવા 15 ઈંચ વરસાદ નોંધાયો હતો. નીચે આપેલા કોષ્ટકમાં જુઓ કચ્છ જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
| તાલુકો | વરસાદ (MM) |
| માંડવી | 388 |
| મુંદ્રા | 217 |
| અબડાસા | 162 |
| અંજાર | 80 |
| ગાંધીધામ | 65 |
| ભૂજ | 62 |
| લખપત | 53 |
| નખત્રણા | 43 |
| ભચાઉ | 42 |
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદનાઆંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે સવારે 2 વાગ્યા સુધીમાં કૂલ 222 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. કચ્છ અને દેવભૂમી દ્વારકા જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
26 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદનાઆંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે સાવરે 6 વાગ્યા સુધીમાં કૂલ 222 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં 26તાલુકા એવા છે જેમાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. એટલે કે આ તાલુકામાં માત્ર એક કે બે એમએમ વરસાદ નોંધાયો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us