/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Gujarat-heavy-rain-data.jpg)
Gujarat Weather Update: ગુજરાતમાં ભારે વરસાદ -Express photo
Gujarat Weather Forecast (ગુજરાત હવામાન અપડેટ): ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજા ફરીથી સક્રિય થયા છે. ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે. નવરાત્રીના આડે થોડા દિવસ બાકી રહ્યા છે ત્યારે વરસાદે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જોકે, હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ નહીંવત જણાવી છે.
વલસાડના પારડીમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો
સોમવાર મેઘરાજા દક્ષિણ ગુજરાત પર મહેરબાન થયા હતા. 24 કલાકમાં વલસાડના પારડીમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વલસાડના વાપીમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, ડાંગ જેવા જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો હતો.
19 તાલુકામાં 1 થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં ગુજરાતમાં 94 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 19 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચથી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (MM) |
| વલસાડ | વાપી | 63 |
| નવસારી | વાંસદા | 56 |
| પંચમહાલ | મોરવા હડફ | 45 |
| તાપી | ડોલવન | 44 |
| ડાંગ | વઘઈ | 40 |
| તાપી | વ્યારા | 35 |
| પંચમહાલ | ગોધરા | 34 |
| વડોદરા | વડોદરા | 33 |
| પંચમહાલ | શહેરા | 33 |
| વલસાડ | કપરાડા | 32 |
| છોટા ઉદેપુર | છોટા ઉદેપુર | 30 |
| છોટા ઉદેપુર | ક્વાંટ | 30 |
| નર્મદા | સાગબારા | 29 |
| દાહોદ | ઝાલોદ | 29 |
| પંચમહાલ | જાંબુઘોડા | 28 |
| છોટા ઉદેપુર | સંખેડા | 28 |
| વલસાડ | ઉમરગામ | 26 |
| વલસાડ | ધરમુપ | 26 |
| ડાંગ | ડાંગ-આહવા | 25 |
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં ગુજરાતમાં 94 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના પારડીમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે વાપીમાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં આજની વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે. જોકે, હવામાન વિભાગ દ્વારા આજે 24 સપ્ટેમ્બર 2024ના રોજ ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની શક્યતાઓ સેવી નથી.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે પંચમહાલ, દાહોદ, અને મહિસાગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદ પડી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us