Gujarat Rain Update : ચોમાસાની વિદાય પહેલા ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે? 24 કલાકમાં 20 તાલુકામાં વરસાદ

Gujarat Weather Forecast, IMD Rain Alert: ચોમાસાની સત્તાવાર સમાપ્તીના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વિદાય લેતા પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે એવી શક્યતાઓ સેવાઈ રહી છે.

Gujarat Weather Forecast, IMD Rain Alert: ચોમાસાની સત્તાવાર સમાપ્તીના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વિદાય લેતા પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે એવી શક્યતાઓ સેવાઈ રહી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Update (ગુજરાત રેઈન અપડેટ): ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડની શક્યતા

Gujarat Rain Update (ગુજરાત રેઈન અપડેટ): ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડની શક્યતા - Express photo

Gujarat Weather Forecast (ગુજરાત હવામાન અપડેટ): ગુજરાતમાં ચોમાસું હવે પોતાના છેલ્લા તબક્કામાં આવી ગયું છે. ચોમાસાની સત્તાવાર સમાપ્તીના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વિદાય લેતા પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે એવી શક્યતાઓ સેવાઈ રહી છે. ગુજરાતમાં થોડા દિવસોના વિરામ બાદ ફરી વરસાદ પડવાનું શરું થયું છે. વરસાદની માત્રા ઓછી છે પરંતુ વિસ્તારમાં વધારો થતો દેખાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે થોડા દિવસો પહેલા એક બે તાલુકા પુરતો સીમીત હતો.

Advertisment

ગુજરાતમાં 24 કલાકમાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાતમાં ચોમાસનો વધુ એક રાઉન્ડ થવાની શક્યતાઓ વચ્ચે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદ નોંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 24 કલાકમાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ, સુરત અને છોટા ઉદેપુર જિલ્લાના તાલુકામાં નોંધાયો હતો.

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કટેલો વરસાદ નોંધાયો નીચે આપેલા કોષ્ટમાં જુઓ

જિલ્લોતાલુકોવરસાદ (MM)
વલસાડવલસાડ18
વલસાડઉમરગામ18
સુરતઓલપાડ15
છોટા ઉદેપુરક્વાંટ11
વલસાડપારડી9
નવસારીગણદેપી8
વલસાડવાપી7
નવસારીજલાલપોર7
સાબરકાંઠાવિજયનગર5
અમરેલીરાજુલા4
નવસારીનવસારી4
સુરતમાંડવી4
પંચમહાલહાલોલ4
સુરતચોરાસી3
સુરતશહેર2
વડોદરાવડોદરા2
છોટા ઉદેપુરનસવાડી2
વલસાડધરમપુર1
છોટા ઉદેપુરબોડેલી1
છોટા ઉદેપુરછોટાઉદેપુ1
Advertisment

ગુજરાતમાં આજની વરસાદની આગાહી

ગુજરાતમાં ધીમે ધીમે વરસાદનો વિસ્તાર વધતો જાય છે પરંતુ વરસાદની માત્રામાં વધારો દેખાતો નથી. જોકે, હવામાન વિભાગ પ્રમાણે આજે 23 સપ્ટેમ્બર 2024, સોમવાર ગુજરાતમાં ક્યાં ભારે વરસાદના અણસાર નથી.

આ પણ વાંચોઃ-તિરુપતિ લાડુ વિવાદમાં અમૂલ સામે અફવા ફેલાવી, અમદાવાદ સાયબર ક્રાઈમમાં X યુઝર્સ સામે ફરિયાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદી છાંટા પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર ઉપરાંત અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે.

ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત