/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Gujarat-heavy-rain-1-2.jpg)
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને આગાહી - Express photo
Gujarat Weather Update, IMD Red Alert (ગુજરાત હવામાન અપડેટ): ગુજરાતમાં અત્યારે મેઘરાજાએ વિરામ લીધો છે જોકે, હવે ફરીથી મેઘરાજા પોતાના અસલી સ્વરૂપમા દેખાશે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કુલ 13 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જોકે, લ્લા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ છોટા ઉદેપુરના બોડેલીમાં અઢી ઈંચ નોંધાયો છે. છોટા ઉદેપુર અને નસવાડીમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.
બપોર સુધીમાં ડાંગ અને તાપીમાં સાત ઈંચથી વધુ વરસાદ
આજે સવારથી મેઘરાજા દક્ષિણ ગુજરાત તરફ વળ્યા છે. સવારથી જ દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લામાં ધબધબાટી બોલાવી રહ્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 99 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપી અને ડાંગ જિલ્લામાં નોંધાયો હતો. નીચે આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
ડાંગના વઘઈમાં ચાર કલાકમાં પોણ છ ઈંચ વરસાદ ખાબક્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 2 સપ્ટેમ્બર 2024, સોમવારના દિવસે ગુજરાતમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ડાંગના જિલ્લામાં નોંધાયો હતો. વઘઈમાં પોણા છ ઈંચ, આહવામાં સવા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.
આજે સવારમાં જ ડાંગના વઘઈમાં મેઘાની ધબધબાટી
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 2 સપ્ટેમ્બર 2024, સોમવારના દિવસે ગુજરાતમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ડાંગના જિલ્લામાં નોંધાયો હતો. વઘઈમાં સાડા ત્રણ ઈંચ, આહવામાં દોઢ ઈંચ, સુબિરમાં સવા ઈંચ વરસાદ પડ્યો હતો.
15 તાલુકામાં અડધાથી એક ઈંચ વચ્ચે વરસાદ પડ્યો
સ્ટટે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદનાં આંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 25 કલાકમાં 52 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં 15 તાલુકા એવા છે જ્યાં અડધા ઈંચથી એક ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.
| જિલ્લો | તાલુકો | વરસાદ(mm) |
| છોટા ઉદેપુર | નસવાડી | 25 |
| દાહોદ | સંજેલી | 22 |
| નવસારી | વાંસદા | 19 |
| નર્મદા | તિલકવાડા | 19 |
| નર્મદા | ડેડિયાપાડા | 19 |
| છોટા ઉદેપુર | જેતપુરપાવી | 18 |
| મહિસાગર | સંતરામપુર | 17 |
| ડાંગ | વઘઈ | 16 |
| દાહોદ | સિંઘાડ | 15 |
| દાહોદ | ફતેપુરા | 15 |
| નર્મદા | ગરુડેશ્વર | 14 |
| ડાંગ | સુબિર | 14 |
| દાહોદ | જાલોદ | 14 |
| છોટાઉદેપુર | સંખેડા | 13 |
| સાબરકાંઠા | વિજનગર | 13 |
24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સ્ટટે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદનાં આંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 25 કલાકમાં 52 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
13 જિલ્લાઓમાં આજે પડશે ભારે વરસાદ
અત્યારે ગુજરાતમાં વરસાદ થોડો ધીમો પડ્યો છે ત્યારે હવામાન વિભાગે આજના દિવસની આગાહી કરી છે. આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 13 જિલ્લામાં ભારે વરસાદ પડશે. જેમાં પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ- શું આ પીણાં ફેટી લીવર ઘટાડવામાં મદદ કરી શકે છે? ન્યુટ્રીશનિસ્ટએ શું કહ્યું?
આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, ભરૂચમાં હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us