Gujarat Rain Update : સુરતના ઉમરપાડામાં વરસાદે ભુક્કા બોલાવ્યા, ચાર કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ, 65 તાલુકામાં વરસાદ

Gujarat Weather Update, IMD Red Alert: છેલ્લા 24 કલાકમાં ગણતરીના તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારોમાં પાંચ તાલુકા એવા હતા જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

Gujarat Weather Update, IMD Red Alert: છેલ્લા 24 કલાકમાં ગણતરીના તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારોમાં પાંચ તાલુકા એવા હતા જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Update: ગુજરાતમાં ભારે વરસાદ

Gujarat Weather Update: ગુજરાતમાં ભારે વરસાદ -Express photo

Gujarat Weather Update, IMD Rain Alert (ગુજરાત હવામાન અપડેટ): ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે નબળું પડતું જાય છે. વરસાદની માત્રા અને વિસ્તાર પણ ધીમે ધીમે ઓછો થતો જાય છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગણતરીના તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ નવસારીના ગણદેવીમાં સવા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ નર્મદાના સાગબારામાં પણ સવા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જોકે, હવામાન વિભાગે ગુજરાતના છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં બપોર સુધીમાં 65 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે આજે 10 સપ્ટેમ્બર 2024, મંગળવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 65 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરતના ઉમરપાડમાં સવારના ચાર કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

સુરતના ઉમરપાડામાં ચાર કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ

આજે મંગળવારે વરસાદે ફરી જોર પકડ્યું હતું. ભારે આગાહી વચ્ચે વરસાદે સુરતના ઉમરપાડામાં ભુક્કા બોલાવ્યા હતા. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે સુરતના ઉમરપાડમાં સવારના ચાર કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાજ્યના 57 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવાર 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલકામાં ગુજરાતના 80 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ગણદેવીમાં સવા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ નર્મદાના સાગબારામાં પણ સવા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.

21 તાલુકામાં 1થી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવાર 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલકામાં ગુજરાતના 80 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 21 તાલુકા એવા છે જ્યાં એકથી ચાર ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

જિલ્લોતાલુકોવરસાદ(mm)
નવસારીગણદેવી83
નર્મદાસાગબારા82
દાહોદસિંઘવાડ66
વલસાડવાપી41
નર્મદાદેડિયાપાડા40
છોટા ઉદેપુરનસવાડી40
દાહોદદેવગઢબારિયા37
દાહોદલિમખેડા36
સુરતકામરેજ35
તાપીવાલોદ35
તાપીડોલવાન32
દાહોદધનપુર32
છોટા ઉદેપુરછોટા ઉદેપુર31
તાપીનિઝર29
છોટા ઉદેપુરજેતપુર પાવી29
બનાસકાંઠાધાનેરા28
તાપીકુકામુન્દ્રા28
ખેડાઠાસરા27
પંચમહાલમોરવા હડફ27
પંચમહાલજાંબુગોડા26
વલસાડપારડી25

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવાર 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલકામાં ગુજરાતના 80 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

ગુજરાતના છ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં નબળા પડતા વરસાદના જોર વચ્ચે હવામાન વિભાગે ગુજરાતના છ જિલ્લામાં આજે મંગળાવરે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહિસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, નવસારીમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્ર માટે આજે વરસાદની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગનું માનવું છે.

સોમવારે રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. વાપી 1.61 ઇંચ, નસવાડી 1.50 ઇંચ, વાલોદ 1.50 ઇંચ, ડોલવાન 1.26 ઇંચ અને ઠાસરામાં 1.06 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ફક્ત 5 જ તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

જ્યારે પારડી 25 મીમી, કપરાડા 23 મીમી, ધનપુર 21 મીમી, છોટા ઉદેપુર 20 મીમી, હાલોલ અને સંખેડા 19 મીમી, જેતપુર પાવી 18 મીમી, જાબુંઘોડા 17 મીમી, દેવગઢબારીયા 15 મીમી, ધરમપુર 14 મીમી, ફતેપુરા, ખેડબ્રહ્મા 13 મીમી, સાગબારા, ઉચ્છલ 12 મીમી, ગરબડા, ડાંગ આહવા 11 મીમી અને માણાવદર 10 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 24 તાલુકામાં 1 થી લઇને 9 મીમી વરસાદ વરસ્યો છે.

Advertisment
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત