/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Gujarat-Rain-forecast.jpg)
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદની જમાવટ, આજની આગાહી - Express photo
Gujarat Weather Update, IMD Rain Alert (ગુજરાત હવામાન અપડેટ): બે ત્રણ દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ મેઘરાજા થોડા નરમ પડ્યા છે. જોકે, બુધવારે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આજે પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં અવી છે. જોકે, બાકીના અન્ય જિલ્લાઓમાં આગે સામાન્યથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.
મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં ધોધમાર વરસાદ
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે 5 સપ્ટેમ્બર 2024, ગુરુવારના રોજ સવારથી જ મેઘરાજા ઉત્તર ગુજરાત ઉપર મહેરબાન થયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 83 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અત્યારે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
બનાસકાંઠાના દાંતીવાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે 5 સપ્ટેમ્બર 2024, ગુરુવારના રોજ સવારથી જ મેઘરાજા ઉત્તર ગુજરાત ઉપર મહેરબાન થયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા વચ્ચે 69 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ બનાસકાંઠા, ગંધીનગર, મહેસાણામાં પડ્યો હતો.
14 તાલુકામાં નોંધાયો 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતના 133 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 14 તાલુકા એવા છે જેમાં એક ઈંચથી ત્રણ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (mm) |
| પાટણ | સાંતલપુર | 69 |
| મહેસાણા | બેચરાજી | 61 |
| પાટણ | રાધનપુર | 58 |
| પાટણ | શંખેશ્વર | 43 |
| બનાસકાંઠા | લાખણી | 38 |
| મહેસાણા | જોટાણા | 38 |
| ખેડા | નડિયાદ | 34 |
| મહેસાણા | કડી | 32 |
| સાબરકાંઠા | પોસિના | 31 |
| બનાસકાંઠા | સુઈગામ | 30 |
| આણંદ | ખંભાત | 27 |
| બનાસકાંઠા | ધાનેરા | 27 |
| સુરત | મહુવા | 26 |
| બનાસકાંઠા | અમિરગઢ | 25 |
ગુજરાતના 133 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતના 133 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
બનાસકાંઠા અને પાટણના માટે વરસાદી આફત
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર કર્યા બાદ મેઘરાજાની સવારી ઉત્તર ગુજરાત તરફ વળી છે. બુધવારે પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે 5 સપ્ટેમ્બર 2024, ગુરુવારના રોજ બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ- ક્લાસરૂમ નહીં બાઇક પર હરતી ફરતી શાળા બનાવી, ચંદ્રેશકુમાર બોરીસાગર ગુજરાતના નેશનલ ટીચર એવોર્ડ 2024 વિજેતા શિક્ષક
આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ ઉપરાંત મોરબી તેમજ કચ્છમાં પણ આજે ભારે વરસાદ પડી શકે છે.
આજના દિવસે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદ પડી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us