/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Gujarat-heavy-rain-data.jpg)
Gujarat Weather Update: ગુજરાતમાં ભારે વરસાદ -Express photo
Gujarat Weather Update, IMD Rain Alert (ગુજરાત હવામાન અપડેટ): ગુરુવારના દિવસે મેઘરાજાની સવારી ઉત્તર ગુજરાત તરફ વળી હતી. ઉત્તર ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. ગુરુવારે ઉત્તર ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી. મેઘરાજાએ મહેસાણાના વિજાપુરમાં જળબંબાકારીની સ્થિતિ સર્જી હતી. 24 કલાકમાં વિજાપુરમાં પોણા છ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સાબરકાંઠાના તલોદમાં પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. જોકે, આજે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી. જેમાં ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બપોર પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, 81 તાલુકામાં વરસાદ નોંધાયો
આજે સવારે ધબધબાટી બોલાવ્યા બાદ બપોર પછી વરસાદનું જોર ઘટતું દેખાય છે. કારણ કે ગાંધીનગરના માણસામાં સવારે ત્રણ ઈંચ વરસાદ નોંધાયા બાદ બીજે ક્યાંય આ કરતા વધારે વરસાદ નોંધાયો નથી. સ્ટેટ ઇમરન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 6 સપ્ટેમ્બર 2024, શુક્રવારના દિવસે સવારે 6 વાગ્યથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં 81 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
માણસામાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ
આજે સવારથી જ ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. સ્ટેટ ઇમરન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 6 સપ્ટેમ્બર 2024, શુક્રવારના દિવસે સવારે 6 વાગ્યથી લઈને સવારના 10 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગાંધીનગરના માણસામાં બે કલાકમા ત્રણ ઈંચ ખાબક્યો હતો.
વિજાપુર અને તલોદમાં જળબંબાકાર
ગુરુવારે ઉત્તર ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી. મેઘરાજાએ મહેસાણાના વિજાપુરમાં જળબંબાકારીની સ્થિતિ સર્જી હતી. 24 કલાકમાં વિજાપુરમાં પોણા છ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સાબરકાંઠાના તલોદમાં પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (mm) |
| મહેસાણા | વિજાપુર | 141 |
| સાબરકાંઠા | તલોદ | 127 |
| ગાંધીનગર | માણસા | 115 |
| સાબરકાંઠા | પ્રાંતિજ | 101 |
20 તાલુકામાં નોંધાયો 2 ઈંચથી 4 ઈંચ વચ્ચે વરસાદ
સ્ટેટ ઈમજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે સવારે 6 વાગ્યા સુધી 24 કલાકમાં ગુજરાતના 207 તાલુકામાં વરસાદ નોધાયો હતો. જેમાં 20 તાલુકા એવા છે જ્યાં બે ઈંચથી ચાર ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. નીચે આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (mm) |
| પાટણ | રાધનપુર | 99 |
| સાબરકાંઠા | હિંમતનગર | 97 |
| મહેસાણા | મહેસાણા | 85 |
| બનાસકાંઠા | ડીસા | 81 |
| આણંદ | આણંદ | 80 |
| બનાસકાંઠા | પાલનપુર | 79 |
| મહેસાણા | ખેરાલુ | 68 |
| પાટણ | સિદ્ધપુર | 68 |
| વલસાડ | ધરમપુર | 66 |
| મહેસાણા | જોટાણા | 64 |
| બનાસકાંઠા | દાંતિવાડા | 64 |
| અમરેલી | કુંકાવાવ વાડિયા | 62 |
| ડાંગ | વઘઈ | 61 |
| સાબરકાંઠા | ઈડર | 60 |
| આણંદ | ખંભાત | 55 |
| બનાસકાંઠા | વડગામ | 55 |
| બનાસકાંઠા | દિયોદર | 54 |
| અરવલ્લી | મોડાસા | 52 |
| નવસારી | ખેરગામ | 50 |
| ડાંગ | આહવા | 49 |
24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે સવારે 6 વાગ્યા સુધી 24 કલાકમાં ગુજરાતના 207 તાલુકામાં વરસાદ નોધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
આજે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા પર વરસાદ આફત
મહેસાણામાં જળબંબાકાર કર્યા બાદ આજે બનાસકાંઠા અને સાબરકાંઠાનો વારો છે. હવામાન વિભાગની આગહી પ્રમાણે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા સેવી છે. રાજકોટ, મોરબી, ભાવનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
આજે 6 સપ્ટેમ્બર 2024, શુક્રવારના દિવસે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી ઉપરાંત સૌરાષ્ટ્ર જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, દીવ અને કચ્છમાં આજે સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.
ગુરુવારે રાત્રે 8 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
ગુરુવારને 5 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 189 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ગાંધીનગરના માણસામાં 4.25 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 11 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. માણસામાં 4.29 ઇંચ, વિજાપુર 4.25 ઇંચ, મહેસાણા 3.35 ઇંચ, પ્રાંતિજ 3.35 ઇંચ, ડીસા 3.19 ઇંચ, સરસ્વતી 2.28 ઇંચ, જોટાણા 2.52 ઇંચ, કુંકાવ વાડીયા, દાંતીવાડા અને પાલનપુરનાં 2.44 ઇંચ અને ઇડરમાં 2.36 ઇંચ વરસાદ વરસ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us