Gujarat Rain update : આજે ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, માત્ર 29 તાલુકામાં વરસાદ, એક જ તાલુકામાં એક ઈંચ ઉપર વરસાદ

Gujarat Weather Update, IMD Red Alert: પહેલા દક્ષિણ ગુજરાત પછી સૌરાષ્ટ્ર- કચ્છા ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં જમાવટ કર્યા બાદ હવે મધ્ય પૂર્વ વિસ્તારોમાં મેઘાની મહેર જોવા મળશે.

Written by Ankit Patel
Updated : September 07, 2024 18:41 IST
Gujarat Rain update : આજે ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, માત્ર 29 તાલુકામાં વરસાદ, એક જ તાલુકામાં એક ઈંચ ઉપર વરસાદ
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદ અને આગાહી - Express photo by Nirmal Harindran

Gujarat Weather Update, IMD Rain Alert (ગુજરાત હવામાન અપડેટ): ગુજરાતમાં ચોમાસું એકદમ સક્રિય છે. મેઘરાજા આખા ગુજરાત પર રાઉન્ડમાં નીકળ્યા હોય એમ એક પછી એક વિસ્તારોમાં ધબધબાટી બોલાવી રહ્યા છે. પહેલા દક્ષિણ ગુજરાત પછી સૌરાષ્ટ્ર- કચ્છા ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં જમાવટ કર્યા બાદ હવે મધ્ય પૂર્વ વિસ્તારોમાં મેઘાની મહેર જોવા મળશે. ખાસ કરીને આજે શનિાવરે દાહોદ અને મહિસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે વરસાદની ગતિ ધીમી પડે, 29 તાલુકામાં વરસાદ નોંધાયો

આજે શનિવારે વરસાદની ગતિ ધીમી પડી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 7 સપ્ટેમ્બર 2024, શનિવારના દિવસે સવારે 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં 29 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચના વાલિયામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્રણ તાલુકા, કપરાડા, વઘઈ, ડેડિયાપાડામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 113 તાલુકામાં વરસાદ નોંધાયો

શુક્રવારે સવારે ધબધબાટી બોલાવ્યા બાદ બપોર પછી વરસાદનું જોર ઘટતું દેખાય છે. કારણ કે ગાંધીનગરના માણસામાં સવારે ત્રણ ઈંચ વરસાદ નોંધાયા બાદ બીજે ક્યાંય આ કરતા વધારે વરસાદ નોંધાયો નથી. સ્ટેટ ઇમરન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં 113 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

દાહોદ અને મહિસાગરમાં આજે પડશે અત્યંત ભારે વરસાદ

શુક્રવારે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોને જળબંબાકાર કર્યા બાદ આજે મેઘાની સવારી મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારમાં રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 7 સપ્ટેમ્બર 2024, ગણેશ ચતુર્થીના દિવસે દાહોદ અને મહિસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ , દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ આજે ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં માં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. માણસામાં 2.99 ઇંચ, દહેગામમાં 2.83 ઇંચ, નાંદોદ 2.32 ઇંચ, કપડવંડ 2.09 ઇંચ, સિનોર 1.97 ઇંચ, ગરુડેશ્વર 1.65 ઇંચ, કપરાડા 1.57 ઇંચ અને જેસર 1.14 ઇંચમાં ઇંચ વરસાદ પડ્યો છે.

જ્યારે તિલકવાડા 25 મીમી, કુકરમુંડા 24 મીમી, ગોધરા 23 મીમી, ધરમપુર, નિઝર 21 મીમી, ઉચ્છલ, બાલાસિનોર, છોટા ઉદેપુર 19 મીમી, મહુવા, સાગબારા 18 મીમી, લીંબડી, ગલતેશ્વર, સિંગવડ 17 મીમી, ભાવનગર, નેત્રંગ 16 મીમી, તલોદ, શિહોર, ઝાલોદ, શુબીર અને સાંજલીમાં 15 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 73 તાલુકામાં 1 થી લઇને 14 મીમી વરસાદ વરસ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ