Gujarat Rain Update,ગુજરાત રેઈન અપડેટ : ગુજરાતમાં 24 કલાકમા 11 તાલુકામાં વરસાદ, સિઝનમાં કેટલો પડ્યો વરસાદ?

Gujarat Weather Forecast, IMD Rain Alert: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં માત્ર 11 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. એમાં પણ સૌથી વધારે વરસાદ અડધા ઈંચ કરતા પણ ઓછો હતો.

Gujarat Weather Forecast, IMD Rain Alert: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં માત્ર 11 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. એમાં પણ સૌથી વધારે વરસાદ અડધા ઈંચ કરતા પણ ઓછો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Update (ગુજરાત રેઈન અપડેટ): ગુજરાતમાં વરસાદની વિદાય

Gujarat Rain Update (ગુજરાત રેઈન અપડેટ): ગુજરાતમાં વરસાદની વિદાય - Express photo

Ahmedabad, Gujarat, India Weather Forecast (ગુજરાત હવામાન અપડેટ): ગુજરાતમાં વરસાદ હવે ધીમે ધીમે અંત તરફ આગળ વધી રહ્યો છે. ગુજરાતમાં વરસાદ ઓછો થઈ ગયો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં માત્ર 11 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. એમાં પણ સૌથી વધારે વરસાદ અડધા ઈંચ કરતા પણ ઓછો હતો. બાકીના તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી.બીજી તરફ હવામાન વિભાગે આજના દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવી નથી.

Advertisment

ગુજરાતમાં સિઝનનો 125 ટકાથી વધુ વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદ નાં આંકડા પ્રમાણે આ વર્ષે ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં શરેરાશ 125.21 ટકા વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે વાત કરીએ તો કચ્છમાં 183.32 ટકા, ઉત્તર ગુજરાતમાં 107.76 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 121.27 ટકા, સૌરાષ્ટ્રમાં 129.78 ટકા, દક્ષિણ ગુજરાતમાં 129.64 ટકા વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં 24 કલાકમાં 11 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમનરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં ગુજરાતના 11 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના ડોલવણમાં માંડ અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો

જિલ્લોતાલુકોવરસાદ(mm)
તાપીડોલવણ11
નવસારીચિખલી9
સુરતમહુવા7
વલસાડપારડી5
સુરતબારડોલી4
સુરતપલસાણા4
નવસારીખેરગામ3
તાપીસોનગઢ3
તાપીવાલોદ2
વલસાડધરમપુર1
તાપીવ્યારા1
Advertisment

હવામાન વિભાગે આજના દિવસ માટે શું કરી આગાહી?

ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે વિદાય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં આજે 20 સપ્ટેમ્બર 2024, શુક્રવારના દિવસ માટે હવમાન વિભાગે આગાહી કરી છે કે આજે ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની શક્યતાઓ નથી.

જોકે આજે નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદી છાંટાની શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવો વરસાદ પડી શકે છે. જોકે આ ઉપરાંત બાકીના જીલ્લાઓમાં આજે સુકું હવામાન રહેશે.

ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત