Gujarat Rain Update : આજે ગુજરાતમાં બપોર સુધી 15 તાલુકામાં વરસાદ, સૌથી વધારે વાપીમાં એક ઈંચ નોંધાયો

Gujarat Weather Forecast, IMD Rain Alert: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે, હવામાન વિભાગે આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

Gujarat Weather Forecast, IMD Rain Alert: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે, હવામાન વિભાગે આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Forecast, IMD Rain Alert: ગુજરાતમાં મેઘરાજાની મહેરબાની

Gujarat Weather Forecast, IMD Rain Alert: ગુજરાતમાં મેઘરાજાની મહેરબાની - Express photo

Gujarat Weather Forecast (ગુજરાત હવામાન અપડેટ): ગુજરાતમાં ફરીથી ચોમાસું સક્રિય થયું હોય એવું લાગી રહ્યું છે છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદ પડવાનો વિસ્તાર વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે, હવામાન વિભાગે આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

બપોર સુધીમાં ગુજરાતમાં 15 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 25 સપ્ટેમ્બર 2024, બુધવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 15 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વાપીમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં ગુજરાતના 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે નવસારીના ખેરગામમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

14 તાલુકામાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં ગુજરાતના 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 14 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચથી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. નીચે આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

જિલ્લોતાલુકોવરસાદ (mm)
પંચમહાલજાંબુઘોડા68
નવસારીખેરગામ41
છોટા ઉદેપુરછોટા ઉદેપુર38
નર્મદાનાંદોદ37
આણંદઆણંદ37
નવસારીચિખલી34
વલસાડકપરાડા32
વલસાડવલસાડ32
વડોદરાકરજણ28
ખેડાગળતેશ્વર27
પંચમહાલહાલોલ27
ખેડામાતર26
ખેડાખેડા26
પંચમહાલઘોઘંબા23

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં ગુજરાતના 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

ગુજરાતમાં આજની વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. બાકી વિસ્તારોમાં આજે હવામાન સુકૂં રહેશે.

Advertisment
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત