Gujarat Weather Update: આજે સવારથી જ ભરૂચના વાલામાં બારે મેઘ ખાંગા, ચાર કલાકમાંછ ઈંચ વરસાદ ખાબક્યો

Gujarat Rain Alert, IMD Weather Update: ગુજરાતમાં સોમવારથી જ વરસાદે જમાવટ કરી છે ત્યારે આજે ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

Gujarat Rain Alert, IMD Weather Update: ગુજરાતમાં સોમવારથી જ વરસાદે જમાવટ કરી છે ત્યારે આજે ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
heavy rain in gujarat

ગુજરાતમાં ભારે વરસાદ - Express photo

Gujarat Weather Update, IMD Red Alert (ગુજરાત હવામાન અપડેટ): ગુજરાતમાં એકવાર ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે ત્યારે વરસાદે પણ રાજ્યમાં જમાવટ કરી દીધી છે. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે પણ વરસાદે સમગ્ર ગુજરાતમાં મહેર વરસાવી હતી. ગુજરાતમાં 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ત્યારે એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. આજની વાત કરીએ તો આજે ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે સવારથી જ ભરૂચના વાલામાં બારે મેઘ ખાંગા, ચાર કલાકમાંછ ઈંચ વરસાદ ખાબક્યો

આજે દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જોકે, દક્ષિણ ગુજરાતમાં મેઘાએ ધબધબાટી બોલાવી હતી. ખાસ કરીને ભરૂચમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 3 સપ્ટેમ્બર 2024, મંગળવારના સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચના વાલામાં છ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. નેત્રગમાં પણ પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ, વલસાડમાં પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો હતો.

ભરૂચના વાલામાં પોણા 12 ઈંચ વરસાદ

ગુજરાતમાં સોમવારે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી બોલાવી હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભરૂચ, તાપી, ડાંગ, સુરતમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચ જિલ્લાના વાલા તાલુકામાં પોણા 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ તાપીના સોનગઢમાં સવા 10 ઈંચ વરસાદ પડ્યો હતો. વ્યારામાં પણ નવ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

23 તાલુકામાં 4 ઈંચથી 8 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં ગુજરાતના 183 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 23 તાલુકા એવા છે જ્યાં 4 ઈંચથી 8 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.

જિલ્લોતાલુકોવરસાદ(mm)
સુરતમાંગરોલ197
ડાંગવઘઈ195
ભરૂચભરૂચ185
નર્મદાતિલકવાડા177
તાપીઉચ્છલ176
તાપીડોલવણ171
ખેડાનડિયાદ170
નવસારીવાંસદા166
ડાંગસુબિર165
મહિસાગરલુણાવાડા139
ખેડાકપડવંજ126
પંચમહાલમોરવા હડફ122
વડોદરાકરજણ121
સાબરકાંઠાપ્રાંતિજ166
નર્મદાનાંદોદ114
ડાંગઆહવા113
ખેડાકઠલાલ113
તાપીવાલોદ111
મહિસાગરવિજાપુર110
સાબરકાંઠાહિંમતનગર108
મહેસાણામહેસાણા107
અરવલ્લીબાયડ107
પંચમહાલગોધરા101
નર્મદાગરુડેશ્વર100

ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં ગુજરાતના 183 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

ગુજરાતના ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

ગુજરાતની વરસાદી સિસ્ટમને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે ખાસ કરીને ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. છોટાઉદેપુર, નર્મદા, સુરત અને તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ તેમજ દાદરા નગર હવેલીમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહિસાગર અને અમરેલી તેમજ ભાવનગરમાં આજે મંગળવારે ભારે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.

Advertisment
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત