/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Gujarat-heavy-rain-rescue-operation.jpg)
Gujarat Weather Update: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને આગાહી- photo - social media
Gujarat Weather Update, IMD Red Alert (ગુજરાત હવામાન અપડેટ): ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. ખાસ કરીને ભરૂચમાં બારેમેઘ ખાંગા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભરૂચના વાલિયામાં બે દિવસમાં કુલ 18 ઈંચ કરતા પણ વધારે વરસાદ ખાબક્યો હતો. જેના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, આજે પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે આજનો દિવસ ભારે છે.
આજે બપોર સુધીમાં ગુજરાતમાં 40 તાલુકામાં વરસાદ નોંધાયો
આજે મેઘરાજાએ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તોફાની બેટિંગ કરી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 4 સપ્ટેમ્બર 2024, બુધવારના દિવસે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં 40 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધાર વરસાદ પાટણના સાંતલપુરમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે રાધનપુરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયગાળામાં ગુજરાતના 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચ, સુરત, વલસાડ જિલ્લામાં નોંધાયો હતો.
16 તાલુકામાં 2થી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયગાળામાં ગુજરાતના 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 16 તાલુકા એવા છે જેમાં 2 ઈંચથી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
| જિલ્લો | તાલુકો | વરસાદ(mm) |
| મહેસાણા | જોટાણા | 95 |
| સુરત | પલસાણા | 93 |
| બનાસકાંઠા | દાંતિવાડા | 92 |
| વલસાડ | વાપી | 85 |
| સુરત | શહેર | 75 |
| નર્મદા | નાંદોદ | 71 |
| વલસાડ | પારડી | 69 |
| સુરત | માંગરોલ | 67 |
| નવસારી | ખેરગામ | 65 |
| કચ્છ | રાપર | 65 |
| વલસાડ | ઉમરગામ | 60 |
| વલસાડ | કપરાડા | 60 |
| સુરત | માંડવી | 56 |
| સુરત | મહુવા | 53 |
| તાપી | સોનગઢ | 53 |
| સુરત | કામરેજ | 49 |
ગુજરાતમાં 197 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 4 વાગ્યા સુધીમાં 197 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
દક્ષિણ ગુજરાત પર મેઘાની મંડરાતી આફત
બે દિવસથી મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આજે 4 સપ્ટેમ્બર 2024, બુધવારના દિવસે પણ મેઘો તાંડવ મચાવશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે મુશળધાર વરસાદ પડવાની આગાહી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે.
અહીં પડશે ભારેથી અતિ ભારે વરસાદ
આ ઉપરાંત હવામાન વિભાગે કરેલી વરસાદની આજની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને ડાંગ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ- સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરત દેશભરમાં પ્રથમ સ્થાને, 131 શહેરોને પાછળ રાખીને મેળવી સિદ્ધિ
ગુજરાતના અન્ય વિસ્તારોની વાત કરીએ તો આજે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, દાહોદ, મહિસાગર ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us