/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Gujarat-Rain-live-updates.jpg)
Gujarat Rain Live Updates: ગુજરાત વરસાદ લાઇવ અપડેટ્સ - Photo courtesy of Gujarat Information Department
Gujarat Weather Forecast, IMD Rain Alert (ગુજરાત હવામાન અપડેટ): ચોમાસું હવે ધીમે ધીમે પોતાના અંતિમ તબક્કા તરફ આગળ ધપી રહ્યું છે. ગુજરાતમાં બે ત્રણ દિવસથી ચોમાસું નબળું પડતું દેખાઈ રહ્યું છે. વરસાદનો વિસ્તાર અને માત્રામાં પણ ઘટાડો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં માત્ર બે તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે, રાજ્યમાં કુલ 57 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આજે ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની સંભાવના નથી.
આજે બપોર સુધીમાં ગુજરાતમાં 29 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 14 સપ્ટેમ્બર 2024, શનિવારના દિવસે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 29 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ સુરતમાં પડ્યો હતો. સુરત શહેરમાં દોઢ ઈંચ, કામરેજ અને ઉમરપાડામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.
આજે સવારે 10 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 14 સપ્ટેમ્બર 2024, શનિવારના દિવસે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 18 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના કામરેજ અને ઉમેરપાડામાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
24 કલાકમાં 57 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે શનિવારે સવારે 6 વાગ્યા સુધી 24 કલાકમાં 57 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં અમદાવાદના ધોળકા અને અરવલ્લીની ધનસુરામાં એક એક ઈંચ વરસાદ પડ્યો હતો. બાકીના તાલુકામાં અડધા ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે શનિવારે સવારે 6 વાગ્યા સુધી 24 કલાકમાં 57 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદ નહીં પડે
ગુજરાતમાં હવે વરસાદની સિસ્ટમ નબળી પડી રહી છે જેના પગલે ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે. વરસાદના માત્રામાં પણ ઘટાડો થયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે શનિવારે ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદના અણસાર નથી.
જોકે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસગાર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી સામાન્ય વરસાદ પડી શકે છે.
કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us