Gujarat Rain Update : સવારથી નવસારીમાં મેઘ મહેર, ગુજરાતના 22 તાલુકામાં વરસાદ નોંધાયો

Gujarat Weather Update, IMD Red Alert: છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના ધાનેરામાં સવા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ભરુચના નેત્રંગમાં દોઢ ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો.

Gujarat Weather Update, IMD Red Alert: છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના ધાનેરામાં સવા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ભરુચના નેત્રંગમાં દોઢ ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને આગાહી

Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને આગાહી - Express photo

Gujarat Weather Forecast, IMD Rain Alert (ગુજરાત હવામાન અપડેટ): ગુજરાતમાં ચોમાસું ફરીથી સક્રિય થયું છે ત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના ધાનેરામાં સવા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ભરુચના નેત્રંગમાં દોઢ ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે છોટા ઉદેપુરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

સવારથી નવસારીમાં મેઘ મહેર, ગુજરાતના 22 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે ગુરુવારે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 22 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ચિખલીમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. ગણદેવીમાં પણ એક ઈંચ વરસાદ નોંધાયો હતો.

આજે સવારે 6થી8 વાગ્યા વચ્ચે રાજ્યના 16 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર પ્રમાણે આજે 12 સપ્ટેમ્બર 2024, ગુરુવારના દિવસે સવારે 6 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધી કૂલ 16 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ નવસારીમાં નોંધાયો હતો. જોકે, અહીં એક ઈંચ પણ વરસાદ નથી પડ્યો.

24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ પડ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના ધાનેરામાં સવા ત્રણ ઇંચ વરસાદ, ભરૂચના નેત્રંગમાં દોઢ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

14 તાલુકામાં 1 અને 2 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 14 તાલુકા એવા છે જ્યાં એક ઈંચ અને બે ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

જિલ્લોતાલુકોવરસાદ(mm)
ભરૂચનેત્રંગ41
અરવલ્લીધનસુરા40
નવસારીનવસારી38
મહેસાણામહેસાણા36
નવસારીજલાલપોર35
નર્મદાગરુડેશ્વર35
પંચમહાલશહેરા32
મહિસાગરવિરપુર32
ભરૂચવાલિયા30
પંચમહાલમોરવા હડફ30
ભાવનગરતળાજા28
બનાસકાંઠાપાલનપુર28
દાહોદદાહોદ27
ભાવનગરમહુવા26

રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ કયાં કેટલો વરસાદ નોંધાયો.

છોટા ઉદેપુર માટે આજનો દિવસ ભારે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 12 સપ્ટેમ્બર 2024, ગુરુવારના દિવસે છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગામી બે ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ નહિવત છે.

આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર અને નર્મદામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ મહેસાણા,ગાંધીનગર, પાટણ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ,સુરત, ડાંગ, તાપીસ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ રહી શકે છે.

Advertisment
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત