Gujarat Rain Update : મેઘરાજા આજે ઉત્તર ગુજરાતના રાઉન્ડ પર, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં ભારે વરસાદ

Gujarat Weather Update, IMD Red Alert: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરતના ઉમરપાડામાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

Gujarat Weather Update, IMD Red Alert: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરતના ઉમરપાડામાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Update: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને આગાહી

Gujarat Weather Update: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને આગાહી- photo - social media

Gujarat Weather Forecast, IMD Rain Alert (ગુજરાત હવામાન અપડેટ): થોડા દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી બેટિંગ કરવા લાગ્યા છે. ગુજરાતમાં ફરી એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં વરસાદે જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરતના ઉમરપાડામાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. અહીં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે બુધવારે રાજ્યના 10 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં સવારે 10 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડ પ્રમાણે આજે 11 સપ્ટેમ્બર 2024, સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા વચ્ચે રાજ્યના 54 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના ધાનેરામાં 3.23 ઈંચ વરસાદ પડ્યો હતો. અરવલ્લીના ધનસુરામાં 1.57 ઈંચ, મહેસાણામાં 1.42 ઈંચ વરસાદ પડ્યો હતો.

24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 114 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધાર વરસાદ સુરતના ઉમરપાડામાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ ભરૂચના વાલિયામાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો.

25 તાલુકામાં 1થી 4 ઈંચ વરસાદ નોંધાયો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 114 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 25 તાલુકા એવા હતા જ્યાં 1 ઈંચથી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

જિલ્લોતાલુકોવરસાદ(mm)
નર્મદાસાગબારા77
નવસારીખેરગામ70
છોટા ઉદેપુરસંખેડા55
સુરતમાંગરોલ50
દાહોદદાહોદ48
નર્મદાદેડિયાપાડા47
છોટા ઉદેપુરનસવાડી44
છોટા ઉદેપુરછોટા ઉદેપુર43
તાપીકુકરમુંડા41
ભરૂચભરૂચ38
ભરૂચઝગડિયા38
સુરતકામરેજ37
સુરતબારડોલી36
નર્મદાતિલકવાડા35
ભરૂચનેત્રંગ35
સુરતપલસાણા34
તાપીનિઝર34
નવસારીચિખલી32
પાટણસિદ્ધપુર32
દાહોદઝાલોદ30
ભરૂચઅંકલેશ્વર28
વડોદરાકરજણ28
સુરતમાંડવી27
અમરેલીકુંકાાવ વાડિયા25
નર્મદાગરુડેશ્વર25

રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 114 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

આજે ગુજરાતના 10 જિલ્લામાં પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ

હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહી પ્રમાણે આજે 11 સપ્ટેમ્બર 2024ના રોજ ગુજરાતના 10 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ જિલ્લામાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહિસાગર અને વડોદારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદમાં સામાન્ય વરસાદ રહી શકે છે.

Advertisment
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત