Gujarat Rain Update : આજે ગુજરાતમાં વરસાદની એકદમ બ્રેક, એક જ તાલુકામાં નામ પુરતો વરસાદ

Gujarat Weather Update, IMD Red Alert: ગુજરાતમાં વરસાદનો વિસ્તાર અને પ્રમાણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં વરસાદ હવે આરામ મોડ પર આવી ગયો છે.

Gujarat Weather Update, IMD Red Alert: ગુજરાતમાં વરસાદનો વિસ્તાર અને પ્રમાણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં વરસાદ હવે આરામ મોડ પર આવી ગયો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદનો બ્રેક, આજની આગાહી

Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદનો બ્રેક, આજની આગાહી - Express photo

Gujarat Weather Forecast, IMD Rain Alert (ગુજરાત હવામાન અપડેટ): ગુજરાતમાં હવે ચોમાસું પોતાના છેલ્લા તબક્કામાં છે. હવે ધીમે ધીમે ચોમાસું વિદાય તરફ જઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં વરસાદનો વિસ્તાર અને પ્રમાણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં વરસાદ હવે આરામ મોડ પર આવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વરસાદે ગુજરાતના 30 જેટલા તાલુકામાં હાજરી પુરાવી છે. બીજી તરફ હવામાન વિભાગે આજે ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની આગાહી કરી નથી.

આજે ગુજરાતમાં વરસાદની એકદમ બ્રેક, એક જ તાલુકામા નામ પુરો વરસાદ પડ્યો

આજે 16 સપ્ટેમ્બર 2024, સોમવારના રોજ ગુજરાતમાં વરાસદની એકદમ બ્રેક લાગી ગઈ છે. આજે સવારે 6 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધીમાં માત્ર એક તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તાપીના નિઝરમાં બે એમએમ વરસાદ નોંધાયો હતો.

24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર થયેલા વરસાદના આંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના 30 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના વાપીમાં એક ઇંચ જેટલો નોંધાયો હતો. ડાંગના આહવામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડના કપરાડામાં પણ પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર થયેલા વરસાદના આંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના 30 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

ગુજરાત માટે આજે વરસાદની આગાહી?

હવામાન વિભાગ પ્રમાણે આજે 16 સપ્ટેમ્બર 2024, ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની શક્યતાઓ નથી. આજે સોમવારે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ- ગીર ગઢડા : દીપડાએ 4 વર્ષની બાળકીને ફાડી ખાધી, ફળિયામાં કર્યો હુમલો

રાજ્યમાં સિઝનનો 124.99 ટકા વરસાદ

રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યારસુધીમાં 124.99 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 129.18 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 121.03 ટકા, કચ્છમાં 183.3 ટકા, સૌરાષ્ટ્રમાં 129.74 ટકા, અને ઉત્તર ગુજરાતમાં 107.88 ટકા વરસાદ નોંધાયો છે.

Advertisment
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત