Gujarat Rain Update,ગુજરાત રેઈન અપડેટ : 24 કલાકમાં રાજ્યના 3 તાલુકામાં વરસાદ, આજની આગાહી

Gujarat Weather Forecast, IMD Rain Alert: જેમ જેમ ચોમાસું સમાપ્તી તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતમાં વરસાદ ગાયબ થતો જાય છે. છેલ્લા 24 કલાકમાં ગણતરીના તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી.

Gujarat Weather Forecast, IMD Rain Alert: જેમ જેમ ચોમાસું સમાપ્તી તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતમાં વરસાદ ગાયબ થતો જાય છે. છેલ્લા 24 કલાકમાં ગણતરીના તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Update (ગુજરાત રેઈન અપડેટ): ગુજરાતમાં વરસાદની વિદાય

Gujarat Rain Update (ગુજરાત રેઈન અપડેટ): ગુજરાતમાં વરસાદની વિદાય - Express photo

Gujarat Weather Forecast, IMD Rain Alert: ગુજરાતમાં ચોમાસું હવે ધીમે ધીમે અંતના આરે જઈ રહ્યું છે ત્યારે જેમ જેમ ચોમાસું સમાપ્તી તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતમાં વરસાદ ગાયબ થતો જાય છે. છેલ્લા 24 કલાકમાં ગણતરીના તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. જોકે, હવામાન વિભાગે આજે મંગળવારના દિવસે ક્યાંય ભારે વરસાદ નહીં પડવાની શક્યતાઓ સેવી છે.

Advertisment

24 કલાકમાં માત્ર 3 તાલુકામાં વરસાદ, પારડીમાં એક ઈંચથી વધુ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના પારડીમાં સવા ઈંચ, વાપીમાં અડધો ઈંચ અને તાપીના નિઝરમાં માત્ર બે એમએમ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે શું કરી આજની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના માથે વરસાદની સિસ્ટમ નબળી પડવાના કારણે હવે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં ક્યાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ નથી. જોકે, આજે ગુજરાતમાં ક્યાંક ક્યાં માત્ર હળવો વરસાદ કે છાંટા પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે 17 સપ્ટેમ્બર 2024, મંગળવારના દિવસે ગુજરાતના બનસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે.

Advertisment

આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, બોટાદ અને દિવસમાં વરસાદી છાંટા પડી શકે છે. આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સુકું હવામાન રહેશે.

આ પણ વાંચોઃ-પીએમ મોદીએ ગુજરાતને 8,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી, ગુજરાતીઓને આ બાબતે કર્યા સાવધ

આ વર્ષે સિઝનનો 125 ટકાથી વધારે વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આ વર્ષે ચોમાસા દરમિયાન સિઝનનો 125.07 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં 183.32 ટકા નોંધાયો છે. કચ્છમાં 183.32 ટકા, ઉત્તર ગુજરાતમાં 107.66 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 121.11 ટકા, સૌરાષ્ટ્રમાં 129.74 ટકા, દક્ષિણ ગુજરાતમાં 129.37 ટકા વરસાદ નોંધાયો છે.

ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત