Gujarat Rain Update,ગુજરાત રેઈન અપડેટ : આજે બપોર સુધીમાં નવસારી અને વલસાડના ત્રણ તાલુકામાં જ વરસાદ નોંધ્યો

Gujarat Weather Forecast, IMD Rain Alert: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો 24 કલાકમાં ગુજરાતના માત્ર 6 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ ગુજરાતમાં આજે પણ ક્યાંય ભારે વરસાદની શક્યતાઓ નથી.

Gujarat Weather Forecast, IMD Rain Alert: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો 24 કલાકમાં ગુજરાતના માત્ર 6 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ ગુજરાતમાં આજે પણ ક્યાંય ભારે વરસાદની શક્યતાઓ નથી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Update (ગુજરાત રેઈન અપડેટ): ગુજરાતમાંથી વરસાદ ગાયબ

Gujarat Rain Update (ગુજરાત રેઈન અપડેટ): ગુજરાતમાંથી વરસાદ ગાયબ - Express photo

Ahmedabad, Gujarat, India Weather Forecast (ગુજરાત હવામાન અપડેટ): ગુજરાતમાં વરસાદ ધીમે ધીમે ગાયબ થતો દેખાઈ રહ્યો છે. ગુજરાતમાં ચોમાસું પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આવી પરિસ્થિતિમાં ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો 24 કલાકમાં ગુજરાતના માત્ર 6 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ ગુજરાતમાં આજે પણ ક્યાંય ભારે વરસાદની શક્યતાઓ નથી.

Advertisment

આજે બુધવારે સવારે 12 વાગ્યા સુધીમાં માત્ર 3 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 18 સપ્ટેમ્બર 2024, બુધવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના માત્ર 3 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વલસાડના ઉમરગામમાં 0.24 ઇંચ વરસાદ નોંધાયો હતો. નવસારીના જલાલપોરમાં 0.24 ઇંચ. નવસારીમાં એક એમએમ વરસાદ નોંધાયો હતો.

આજે બુધવારે સવારે 10 વાગ્યા સુધીમાં માત્ર એક તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 18 સપ્ટેમ્બર 2024, બુધવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં રાજ્યના માત્ર એક તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વલસાડના ઉમરગામમાં 0.24 ઇંચ વરસાદ નોંધાયો હતો.

24 કલાકમાં માત્ર 6 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારથી 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જામનગરના જામજોધપુર તાલુકામાં નોંધાયો હતો.

Advertisment
જિલ્લોતાલુકોવરસાદ (mm)
જામનગરજામજોધપુર26
વલસાડવલસાડ9
ડાંગવઘઈ3
વલસાડપારડી2
સુરતમહુવા2
વલસાડઉમરગામ1

ગુજરાતમાં આજે વરસાદની આગાહી?

ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની સંભાવના નથી. જોકે, ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદી છાંટા પડી શકે છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જોકે, રાજ્યના બાકીના વિસ્તારોમાં સુકું હવામાન રહેશે.

ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત