Gujarat Rain Update : ગુજરાતમાં વરસાદનો વિરામ, આજે બપોર સુધીમાં 17 તાલુકામાં માત્ર હાજરી પુરાવી

Gujarat Weather Update, IMD Red Alert: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ત્રણ તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ પ્રમાણે આજે ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની શક્યતાઓ નથી.

Gujarat Weather Update, IMD Red Alert: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ત્રણ તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ પ્રમાણે આજે ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની શક્યતાઓ નથી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદનો બ્રેક, આજની આગાહી

Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદનો બ્રેક, આજની આગાહી - Express photo

Gujarat Weather Forecast, IMD Rain Alert (ગુજરાત હવામાન અપડેટ): ગુજરાતમાં ફરીથી વરસાદ આરામના મૂડમાં દેખાઈ રહ્યો છે. ગુરુવારે વરસાદ એકદમ નબળો પડ્યો હોય એમ દેખાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ત્રણ તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ પ્રમાણે આજે ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની શક્યતાઓ નથી.

ગુજરાતમાં વરસાદનો વિરામ, આજે બપોર સુધીમાં 17 તાલુકામાં માત્ર હાજરી પુરાવી

આજે શુક્રવારે વરસાદે સાવ વિરામ લીધો હોય એવું લાગે છે. આજે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 17 તાલુકામાં વરસાદ પડ્યો હતો. આ વિસ્તારમાં અડધા ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો. એમ કહી શકાય કે આ વિસ્તારમાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે.

આજે શુક્રવારે સવારે 10 વાગ્યા સુધીમાં 13 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 13 સપ્ટેમ્બર 2024, શુક્રવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં 13 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ તાલુકામાં માત્ર હાજરી પુરાવવા પુરતો વરસાદ નોંધાયો છે.

ત્રણ તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો

ગુજરાતમાં ચોમાસું હવે અંત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે વરસાદનું જોર પણ ઘટી રહ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં કૂલ 34 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં માત્ર ત્રણ તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

9 તાલુકામાં અડધાથી એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં કુલ 34 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 9 તાલુકા એવા છે જ્યાં અડધાથી એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

જિલ્લોતાલુકોવરસાદ (mm)
નવસારીચિખલી27
ડાંગસુબિર26
ડાંગવઘઈ24
નવસારીગણદેવી22
નવસારીવાંસદા19
તાપીડોલવન16
ડાંગઆહવા16
વલસાડધરમપુર13
તાપીવ્યારા12

24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં કુલ 34 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

હવામાન વિભાગની આજની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે આજે રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની શક્યતાઓ નથી. જોકે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસગાર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં પણ વરસાદી છાટાં પડી શકે છે.

Advertisment
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત