/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Gujarat-Rain-break-.jpg)
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદનો બ્રેક, આજની આગાહી - Express photo
Ahmedabad, Gujarat, India Weather Forecast (ગુજરાત હવામાન અપડેટ): ગુજરાતમાં થોડા દિવસથી ચોમાસું એકદમ નરમ પડ્યું છે. વરસાદની માત્રા અને વિસ્તારોમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે મહિસાગરના સંતરામપુરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે, આજે ગુરુવારના દિવસે ગુજરાતમાં ભારે વરસાદના અણસાર નથી.
રાજ્યમાં બપોર સુધી માત્ર નવસારીના ચિખલીમાં વરસાદની હાજરી
આજે ગુરુવારે મેઘરાજા ફૂલ આરામ મોડમાં આવી ગયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 19 સપ્ટેમ્બર 2024, ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં ગુજરાતમાં માત્ર એક જ તાલુકામાં વરસાદ નોંધાયો છે. એ પણ માત્ર હાજરી પુરાવી છે. નવસારીના ચિખલીમાં બે એમએમ વરસાદ નોંધાયો હતો.
24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇનરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં રાજ્યના 18 તાલુકામં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મહિસાગરના સંતરામપુરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અને નવસારીના જલાલપોરમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.
સાત તાલુકામાં અડધાથી દોઢ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઇનરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં રાજ્યના 18 તાલુકામં વરસાદ નોંધાયો હતો. જેમાં સાત તાલુકા એવા છે જ્યાં અડધાથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (MM) |
| મહિસાગર | સંતરામપુર | 36 |
| નવસારી | જલાલપોર | 24 |
| મહિસાગર | ખાનપુર | 22 |
| અરવલ્લી | માલપુર | 21 |
| નર્મદા | તિલકવાડા | 18 |
| નવસારી | નવસારી | 11 |
| મહિસાગર | લુણાવાડા | 11 |
રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સ્ટેટ ઇનરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં રાજ્યના 18 તાલુકામં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
ગુજરાતમાં આજે શું છે વરસાદની આગાહી?
હવામાન વિભાગ પ્રમાણે આજે 19 સપ્ટેમ્બર 2024, ગુરુવારના રોજ ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની આગાહી નથી. જોકે, આજના દિવસે ગુજરાતના અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદી છાંટા પડી શકે છે.
આ ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની સંભાવના છે. જોકે, છેલ્લા કેટલાક દિવસની પેટર્ન પ્રમાણે અનુમાન લગાવી શકાય કે આગામી દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ થઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us