/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Gujarat-Rainfall-Forecast.jpg)
Gujarat Rain: ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા મેઘમહેર યથાવત્ છે (Express photo - Nirmal Harindran)
Gujarat Weather Update, IMD Red Alert (ગુજરાત હવામાન અપડેટ): ગુજરાતમાં અવિરત વરસાદ વરસ્યા બાદ શુક્રવારથી વરસાદનું જોર એકદમ ઘટી ગયું છે. ગુજરાતમાં નામ માત્ર વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અને એ પણ એક જ તાલુકામાં માત્ર એક ઈંચ વરસાદ નોંધાયો હતો. બાકીના તાલુકામાં અડધા ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં નબળા પડેલા વરસાદ વચ્ચે હવામાન વિભાગે કચ્છ- સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો 24 કલાકમાં ગુજરાતના 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
બપોર સુધીમાં માત્ર 3 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં આજે શનિવારના દિવસે વરસાદ એકદમ ગાયબ થઈ ગયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં માત્ર ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. એ પણ માત્ર નામ પુરતો જ પડ્યો છે.
| જિલ્લો | તાલુકો | વરસાદ |
| સુરત | શહેર | 9 |
| સુરત | બારડોલી | 3 |
| વલસાડ | વાપી | 2 |
ગુજરાતમાં વરસાદ નબળો પડ્યો
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સરજ્યા બાદ મેઘરાજા શાંત પડી ગયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં ગુજરાતમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ માત્ર કચ્છના મુન્દ્રામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બાકીના તાલુકામાં અડધા ઈંચ અને તેથી ઓછો વરસાદ નોંધાયો છે.
29 તાલુકામાં વરસાદે માત્ર હાજરી આપી
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સરજ્યા બાદ મેઘરાજા શાંત પડી ગયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં ગુજરાતમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 29 તાલુકામાં વરસાદે માત્ર હાજરી આપી હતી. એટલે કે આ વિસ્તારમાં એક અને બે એમએમ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સરજ્યા બાદ મેઘરાજા શાંત પડી ગયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં ગુજરાતમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
આ પણ વાંચોઃ- Gujarat Asna Cyclone: ગુજરાત પરથી ખતરો ટળ્યો, ભારે તબાહીથી બચ્યું, અસના ચક્રવાત ફંટાઈને પાકિસ્તાન તરફ આગળ વધ્યું
સૌરાષ્ટ્રના ત્રણ અને કચ્છમાં આજે પડશે ભારેથી અતિ ભારે વરસાદ
ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડતાં વરસાદ એકદમ ધીમો પડી ગયો છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ચાર જિલ્લાઓમાં આજે શનિવારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ અને દિવસમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ વિસ્તારોમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us