/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Gujarat-Weather-Forecast.jpg)
ગુજરાત વરસાદ આગાહી
Gujarat Weather Forecast : ગુજરાતમાં ત્રણ-ચાર દિવસથી મેઘરાજાએ ખમૈયા કરી છે. કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. ત્યારે આજે ફરી હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ પહેલા મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં ગીર સોમનાથ, બીજા રાઉન્ડમાં દ્વારકા અને ત્રીજા રાઉન્ડમાં જુનાગઢ અને નવસારીમાં ધમાકેદાર એન્ટ્રી કરતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી.
હવામાન વિભાગે આજે કરેલી આગાહીમાં જણાવ્યું છે કે, આજે એટલે કે ઓગસ્ટ મહિનાના પ્રથમ દિવસે આવતીકાલ સવાર સુધીમાં ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારેથી વરસાદ થવાની સંભાવના છે. તેમણે કહ્યું છે કે, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. જો અગામી દિવસોની વાત કરીએ તો…
હવામાન વિભાગ વરસાદ આગાહી
02-08-2023
રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં હવામાન શુષ્ક રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દાદરા નગર હવેલી સહિતના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે.
03 -08 -2023
રાજ્યમાં ગુરૂવારે પણ હવામાન શુષ્ક રહેશે. પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દાદરા નગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
04-08-2023
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં શુક્રવારથી ફરી મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી શકે છે. આ દિવસે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, મહિસાગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની પૂરી સંભાવના છે. આ સિવાય રાજ્યના તમામ વિસ્તારમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થઈ શકે છે.
05-08-2023
શનિવારે પણ મેઘરાજા ગુજરાતના તમામ જિલ્લામાં મહેરબાન રહેશે, પરંતુ રાજ્યમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી, મધ્ય પ્રદેશમાં આણંદ, દાહોદ, મહિસાગર અને પંચમહાલ તથા વડોદરામાં કેટલાક છૂટાચવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us