ગુજરાત હવામાન: અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ, જાણો 3 દિવસ ક્યાં ક્યાં માવઠું પડશે

IMD Weather Forecast Rain In Gujarat: ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં વાદાળછાયા વાતાવરણથી સવારથી જ અંધારપટનો માહોલ છે. ઘણા સ્થળોએ વરસાદના છાંટા પણ પડ્યા છે.

IMD Weather Forecast Rain In Gujarat: ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં વાદાળછાયા વાતાવરણથી સવારથી જ અંધારપટનો માહોલ છે. ઘણા સ્થળોએ વરસાદના છાંટા પણ પડ્યા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Guajrat Rain Forecast | IMD Rain Forecast in gujarati | gujarat weather news | gujarat rain news

Gujarat Rain Forecast IMD : ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. પ્રતિકાત્મક તરવીર. (Photo: Freepik)

IMD Weather Forecast Rain In Gujarat: ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વૈશાખ મહિનામાં વરસાદી માહોલ છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાવાની સાથે સાથે ક્યાંક ક્યાંક વરસાદના છાંટા પણ પડ્યા છે. હવામાન વિભાગે ગુજરાતના 14 જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરી છે. વાદળછાયા વાતાવરણથી લોકોને શરીર દઝાડતા ઉનાળાના તડકા અને ગરમીથી આંશિક રાહત મળી છે. વાદળછાયા વાતાવરણથી તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે.

અમદાવાદમાં વાદળોથી અંધારપટ, વરસાદની આગાહી

અમદાવાદમાં વૈશાખ મહિનામાં વરસાદી માહોલ સર્જાયો છે. વાદળછાયા વાતાવરણના લીધે અમદાવાદમાં સવારમાં અંધારપટનો માહોલ છે. અમદાવાદના ક્યાંક ક્યાંક વરસાદના છાંટા પણ પડ્યા હતા. વાદળછાયા વાતાવરણથી તાપમાન ઘટતા લોકોને ઉનાળાની ગરમીમાં આંશિક રાહત મળી છે.

ગુજરાતમાં રવિવારે ક્યાં વરસાદ પડશે

હવામાન વિભાગે ગુજરાતમાં 14 જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વાવાઝોડા સાથે વીજળીના કડાકા અને ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના મતે 4 મે, 2025 રવિવારના રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમા વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ કચ્છમાં વડોદરા, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, દમણ દીવ નાગર હવેલી, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહે છે. આ સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

સોમવારે આ જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગના મતે ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વાવાઝોડા સાથે વીજળીના કડાકા અને 30-40 કિમી પ્રતિ કલાક (50 કિમી પ્રતિ કલાક) ની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગે સોમવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દમણ નાગર હવેલીમાં વરસાદ પડવાની આગાહી કરે છે. તો સૌરાષ્ટ કચ્છમાં અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદ પડી શકે છે.

મંગળવારે ક્યાં ક્યાં વરસાદ પડશે

હવામાન વિભાગ દ્વારા મંગળવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દમણ નાગર હવેલીમાં વરસાદ પડવાની આગાહી કરે છે. તો સૌરાષ્ટ કચ્છમાં અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા અને સપાટી પર ૩૦-૪૦ કિમી પ્રતિ કલાક (૫૦ કિમી પ્રતિ કલાક) ની ઝડપે પવન સાથે મધ્યમ વાવાઝોડું અને મધ્યમ વરસાદની શક્યતા છે.

Advertisment
વેધર ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત