Gujarat Rain Updates | ગુજરાત વરસાદ અપડેટ્સ : દાહોદના ઝાલોદમાં પોણા 3 ઈંચ વરસાદ

Gujarat Rain Weather Updates : ગુજરાત વરસાદ અને વેધર અપડેટ્સ, ભારે વરસાદથી ગુજરાતમાં વડોદરા અને સુરતમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં બુધવારે 9 લોકોના વરસાદને પગલે મોત થયા છે. આજે પણ હવામાન વિભાગે પાંચ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain Weather Updates : ગુજરાત વરસાદ અને વેધર અપડેટ્સ, ભારે વરસાદથી ગુજરાતમાં વડોદરા અને સુરતમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં બુધવારે 9 લોકોના વરસાદને પગલે મોત થયા છે. આજે પણ હવામાન વિભાગે પાંચ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Updates

ગુજરાત વરસાદ અપડેટ્સ

Gujarat Rain Updates | ગુજરાત વરસાદ અપડેટ્સ : ગુજરાતમાં આજે વરસાદનું જોર થોડુ ઓછુ જોવા મળ્યું છે. દાહોદ અને વલસાડ જિલ્લામાં બે ઈંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે આ સિવાય અન્ય વિસ્તારોમાં નોંધાપાત્ર વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે જોકે, પાંચ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે, જેમાં મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના બે જિલ્લાનો સમાવેશ થાય છે.

આજે સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ તો, પંચમહાલ જિલ્લાના દાહોદમાં ઝાલોદમાં સૌથી વધુ 65 મીમી વરસાદ નોંધાયો છે. તો દાહોદ શહેરમાં 36 મીમી, લીમખેડામાં 34 મીમી, વલસાડના ધરમપુર અને કપરાડામાં 33 મીમી, તો સિંઘવાડામાં 27 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય 66 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદ ચાલુ રહેતા બુધવારે નવ લોકોના મોત થયા હતા અને સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, દેવભૂમિ દ્વારકામાં ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા હતા, જ્યારે બનાસકાંઠા અને કચ્છમાં બે-બે અને રાજકોટ અને સુરતમાં એક-એક વ્યક્તિના મોત થયા હતા. લાઇટિંગ હડતાલ અને પૂરના કારણે મૃત્યુ થયાં છે. તો આજે પણ વહેલી સવારથી મેઘરાજા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. જેમાં પંચમહાલના લીમખેડામાં બપોર 12 વાગ્યા સુધીમાં સૌથી વધુ 32 મીમી વરસાદ નોંધાયો છે.

આજે મધ્ય ગુજરાતના 3 અને દક્ષિણના 2 જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે. તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, તથા વલસાડનો તથા દમણ દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. જેને પગલે આ પાંચ જિલ્લામાં આજે અતિભારે વરસાદની સંભાવના વધારે છે.

12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આજની લેટેસ્ટ આગાહી મુજબ આજે 12 તાલુકામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર તથા આણંદ, મહિસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે.

બુધવારે ક્યાં કેવો વરસાદ પડ્યો

બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવાર સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના 236 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં મેઘરાજાએ મધ્ય ગુજરાતમાં તોફાની બેટિંગ કરી હતી. ખાસ કરીને આણંદ અને વડોદરા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો.

18 કલાકમાં આણંદના બોરસદમાં 14 ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે વડોદરામાં સાડા આઠ ઇંચ, નર્મદાના તિલકવાડામાં પણ સાડા આઠ ઇંચ, વડદરાના પાદરમાં સવા આઠ ઇંચ,ભરૂચમાં સાડા સાત ઇંચ, નવસારીના ખેરગામમાં સાડા પાંચ ઈંચ. વરસાદ નોંધાયો હતો. કુલ મળીને, રાજ્યના 74 તાલુકાઓમાં 500 મીમીથી વધુ વરસાદ થયો છે, એમ સરકારે જણાવ્યું હતું. તેમાં ઉમેર્યું હતું કે, આ ચોમાસામાં સાત જિલ્લામાંથી 4,238 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 535 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.


આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ

આજે વહેલી સવારથી બપોરના 12 વાગ્યા સુધીના વરસાદની વાત કરીએ તો, પંચમહાલ જિલ્લાના દાહોદના લીમખેડામાં સૌથી વધુ 32 મીમી વરસાદ નોંધાયો છે. તો વલસાડના કપરાડા અને ધરમપુરમાં 29-22 મી વરસાદ નોંધાયો છે. આ સિવાય શહેરા 21મીમી, મોરવાહડફ 20 મીમી, સિંગવાડ 16 મીમી, ખેરગામ 16 મીમી, સંજેલી 15 મીમી, ઝાલોદ 12 મીમી, હિંમતનગર અને દાહોદ શહેરમાં 10 મીમી વરસાદ નોંધાયો છે. તો અન્ય 32 તાલુકામાં 10 મીમી થી ઓછો વરસાદ નોંધાયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની સાપ્તાહિક બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કરતી વખતે મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેવા અને રાહત અને બચાવ કામગીરીમાં જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શન આપવા સૂચના આપી હતી.

વરસાદથી અસરગ્રસ્ત ગામો, રસ્તાઓ

સરકારે વધુમાં જણાવ્યું હતું કે, 5,817 અસરગ્રસ્ત ગામોમાંથી 5,796માં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓ પૈકી 30ને વાહનવ્યવહાર માટે કાર્યરત કરવામાં આવ્યા છે અને તેમાં બે રાજ્ય ધોરીમાર્ગો, 23 પંચાયતી માર્ગો અને અન્ય પાંચ રસ્તાઓનો સમાવેશ થાય છે.

એનડીઆરએફ, એસડીઆરએફ ટીમો કરી રહી રેસક્યુ

બચાવ અને રાહત કામગીરી માટે, રાજ્યમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 13 અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 20 ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRFની બે ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે, એમ સરકારે જણાવ્યું હતું.

આ પણ વાંચો - આજે સવારથી વરસાદની ગતિ ધીમી પડી, માત્ર 32 તાલુકામાં વરસાદ નોંધાયો, માંડ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો

46 ડેમ છલકાયા, 51 હાઈ એલર્ટ પર, નર્મદા ડેમમાં 54.61 ટકા પાણી સંગ્રહ થયું

સરકારના પ્રવક્તા અને વરિષ્ઠ મંત્રી રૂષિકેશ પટેલને ટાંકીને નિવેદનમાં જણાવાયું છે કે, સરદાર સરોવર ડેમમાં હાલમાં 1,82,444 mcft (મિલિયન ક્યુબિક ફૂટ) પાણી છે, જે તેના કુલ સંગ્રહના 54.61 ટકા છે. રાજ્યના અન્ય 206 ડેમમાં 2,36,849 mcft પાણી છે, જે તેમની કુલ ક્ષમતાના 42.28 ટકા છે.

વધુમાં, 46 ડેમ ભરાઈ ગયા છે, સરકારે જણાવ્યું હતું કે, જ્યારે 51 ડેમ હાઈ એલર્ટ પર છે, આઠ ડેમ એલર્ટ પર છે અને 12 અન્યના સંદર્ભમાં ચેતવણી જારી કરવામાં આવી છે.

Advertisment
ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત