Gujarat rain forecast | ગુજરાત વરસાદ : 70 તાલુકામાં ભારે વરસાદ: IMD એ 28 સપ્ટેમ્બર સુધી ચેતવણી આપે છે

Gujarat Rain Forecast : હવામાન કચેરી (IMD) એ 28 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ (Heavy Rain) ની ચેતવણી જાહેર કરી છે. "બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.

Gujarat Rain Forecast : હવામાન કચેરી (IMD) એ 28 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ (Heavy Rain) ની ચેતવણી જાહેર કરી છે. "બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat Heavy rain, Gujarat rain alert, IMD warning, IMD rain prediction, Meteorological Department, IMD data, indian express news

ગુજરાત વરસાદ આગાહી (ફોટો - એક્સપ્રેસ)

Gujarat rain forecast : આ સપ્તાહના અંતમાં અપેક્ષિત ચોમાસાની સિઝનના અંત પહેલા, રવિવારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં -- નર્મદા, ભરૂચ, સુરત, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, નવસારી અને કચ્છ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ (IMD) ના ડેટા અનુસાર સવારે 6 થી સાંજના 6 વાગ્યાની વચ્ચેના 12 કલાકમાં રાજ્યના લગભગ 70 તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો હતો.

નર્મદા જિલ્લામાં નાંદોદ અને તિલકવાડામાં સવારે 8 થી બપોરે 2 વાગ્યાની વચ્ચે સૌથી વધુ 132 મીમી અને 71 મીમી વરસાદ નોંધાયો હતો. જીલ્લાના દેડિયાપાડા તાલુકામાં પણ 47 મીમી વરસાદ વરસ્યો હતો.

ભારે ધોધમાર વરસાદ વરસનારા અન્ય તાલુકાઓમાં ભરૂચ તાલુકામાં 50 મીમી, સુરતના ઉમરપાડામાં 47 મીમી, અમરેલીના ખાંભામાં 46 મીમી, રાજકોટના જામકંડોરણામાં 45 મીમી, નવસારીમાં 38 મીમી, કચ્છના ભચાઉમાં 32 મીમી અને જલાલપોરમાં 32 મીમી, નવસારી ખાતે 31 મી.મી. વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી

હવામાન કચેરીએ 28 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. "બનાસકાંઠા અને સાબરકાંઠા નામના ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે."

26 અને 27 સપ્ટેમ્બરે નર્મદા અને તાપી સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જ્યારે 28 સપ્ટેમ્બરે ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

કઈ તારીખે ક્યાં ભારે વરસાદની સંભાવના

25 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની સંભાવના છે, તો 26 અને 27 સપ્ટેમ્બરે નર્મદા અને તાપી જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે, આ સિવાય 28 સપ્ટેમ્બરે ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, હળવું વાવાઝોડુ, વીજળીના ચમકારા અને 40 માઇલ પ્રતિ કલાકથી પવન ફૂકાશે, સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના વધારે દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો - અમદાવાદ : વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા તરફ નજર કરી રહ્યા, પરિવારો ચિંતિત, મનમાં અનેક પ્રશ્ન

સત્તાવાર માહિતી મુજબ, રવિવાર સુધી, ગુજરાતમાં આ ચોમાસાની સિઝનમાં સરેરાશ 102.56 ટકા વરસાદ નોંધાયો હતો, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રે 100 ટકાનો આંકડો વટાવ્યો હતો કારણ કે, આ પ્રદેશોમાં અનુક્રમે 162.88 અને 121.54 ટકા સરેરાશ વરસાદ નોંધાયો હતો,

Advertisment
વેધર ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત