/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Gujarat-rainfall.jpg)
Gujarat Rain : રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી રહ્યો છે
Gujarat Rain, ગુજરાત વરસાદ : રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી રહ્યો છે. સોમવારે 17મી જૂનના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો સૌથી વધારે વરસાદ અમરેલીના બાબરામાં વરસ્યો છે. જ્યાં લગભગ પોણા બે ઇંચ (45 મીમી )જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને વીજળીના કડાકભડાકા સાથે બાબરામા વરસાદ ખાબક્યો હતો.
બાબરા શહેરની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા હતા. બાબરા પંથકના ગામડાંઓમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સિવાય ભાવનગરના ગારિયાધરમાં સવા ઇંચ, અમેરેલીના લીલીયા અને છોટા ઉદેપુરના કાંવટ અને નર્મદાના નાંદોદમાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો છે. 14 જિલ્લામાં થોડા-થોડા વરસાદ વરસ્યો છે
ગારીયાધારમાં મેઘરાજાની એન્ટ્રી
ગઢડામાં પણ વરસાદ વરસ્યો હતો. દિવસ ભરની ગરમી બાદ સાંજના સમયે વરસાદ પડ્યા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. બીજી તરફ ભાવનગરના ગારીયાધાર શહેર અને પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર જોવા મળી હતી. બપોર બાદ ગારીયાધાર, પરવડી, મોટીવાવડી, રૂપાવટીમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
આ પણ વાંચો - Gujarat Rain: દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 9 ઇંચ વરસાદ, રસ્તાઓ પાણી-પાણી
18મી જૂનના રોજ વરસાદની આગાહી
18મી જૂનના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની શક્યતા છે.
19મી જૂનના રોજ વરસાદની આગાહી
19મી જૂનના રોજ ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
20 જૂનના રોજ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 20 જૂન 2024, ગુરુવારના દિવસે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર સહિત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ વરસાદની આગાહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us