Gujarat Rain: દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 9 ઇંચ વરસાદ, રસ્તાઓ પાણી-પાણી

Gujarat Rain : રાજયમાં હવામાન વિભાગની આગાહીના પગલે અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, પોરબંદરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

Written by Ashish Goyal
Updated : June 16, 2024 22:01 IST
Gujarat Rain: દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 9 ઇંચ વરસાદ, રસ્તાઓ પાણી-પાણી
ગુજરાત વરસાદ (પ્રતિકાત્મક તસવીર)

Gujarat Rain : રાજ્યમાં વરસાદ ધીરે-ધીરે પોતાની જમાવટ કરી રહ્યો છે. રાજયમાં હવામાન વિભાગની આગાહીના પગલે અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. રવિવારના રોજ સવારે 6:00 થી રાતના 8:00 વાગ્યા સુધીમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 9.5 ઇંચ (233 મીમી) વરસાદ ખાબક્યો છે. આ સિવાય પોરબંદરમાં 66મી વરસાદ (2.5 ઇંચ વરસાદ), દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 55 મીમી વરસાદ (બે ઈંચ ) વરસ્યો છે.

આ ઉપરાંત પોરબંદરના રાણાવાવમાં 36 મીમી, કચ્છમાં નખત્રાણામાં 30 મીમી, ભાવનગરના ગારીયાધરમાં 28 મીમી, વલસાડના ધરમપુરમાં 15 મીમી વરસાદ વરસ્યો છે.ખંભાળિયામાં ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે. શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે. જ્યારે ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.

ખંભાળિયામાં 9.5 ઈંચ વરસાદ

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં રવિવારના રોજ 9.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. બપોરના 2 થી 4 કલાક દરમિયાન 130 મીમી વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. વાવણીલાયક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે.

પોરબંદરમાં 2.5 ઇંચ વરસાદ

બીજી તરફ પોરબંદર શહેરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. પોરબંદરમાં 2.5 ઇંચ વરસાદમાં ખાબકતા અનેક વિસ્તારમા વરસાદી પાણી ભરાયા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ભરાતા સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.

આ પણ વાંચો – અમરેલી બોરવેલ દુર્ઘટના : સુરાગપુર ગામમાં બોરવેલમાં પડેલી આરોહી મોત સામે હારી

વહેલી સવારથી જ રાજ્યમાં વરસાદી માહોલ બન્યો હતો. પોરબંદરમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ભાણાવડમાં સવા 2 ઈંચ, રાણાવાવમાં દોઢ ઈંચ, માંગરોળ, ભચાઉ, વલસાડ, માણાવદર, જામજોધપુર, કામરેજમાં પણ વરસાદ નોંધાયો હતો.

17મી જૂનના રોજ ક્યાં આગાહી

17મી જૂનના રોજ અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

18મી જૂનના રોજ ક્યાં આગાહી

18મી જૂનના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની શક્યતા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ