Rain News, ગુજરાત વરસાદ : મેઘરાજાની દક્ષિણ ગુજરાતમાં તોફાનિ બેટિંગ, બે કલાકમાં નર્મદાના તિલકવાડમાં પોણા બે ઈંચ વરસાદ

Gujarat Weather Report, Gujarat Weather Updates, ગુજરાત વરસાદ : 24 કલાકમાં ગુજરાતના 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે આજે શુક્રવારે રાજ્યના ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં વાંચો ક્યાં કેટલો વરસાદ નોંધાયો અને કયા જિલ્લામાં થશે અતિ ભારે વરસાદ.

Written by Ankit Patel
Updated : July 05, 2024 14:43 IST
Rain News, ગુજરાત વરસાદ : મેઘરાજાની દક્ષિણ ગુજરાતમાં તોફાનિ બેટિંગ, બે કલાકમાં નર્મદાના તિલકવાડમાં પોણા બે ઈંચ વરસાદ
ગુજરાતમાં વરસાદ - Photo - Social media

Gujarat Rain Updates, Gujarat Weather news, Rain news, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ચોમાસું આગળ વધતું જાય છે તેમ તેમ ભારે વરસાદ પણ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં લગભગ દરેક જિલ્લામાં વરસાદ પડી ચૂક્યો છે. પહેલા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રાઉન્ડ લગાવ્યા બાદ હવે મેઘ રાજા ઉત્તર ગુજરાતમાં ચક્કર લગાવી રહ્યા છે. હવામાન વિભાગે જાહેર કરેલ આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં ગુજરાતના કૂલ 141 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના દાંતામાં આઠ ઈંચ જેટલો નોંધાયો હતો.

મેઘરાજાની દક્ષિણ ગુજરાતમાં તોફાનિ બેટિંગ

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 5 જુલાઈ 2024, શુક્રવારે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાનિ બેટિંગ શરુ કરી દીધી છે. બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં નર્મદાના તિલકવાડામાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સુરતના બારડોલીમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.

આજે સવારે 6થી 12 વચ્ચે ગુજરાતના 68 તાલુકામાં વરસાદ પડ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે આજે 5 જુલાઈ 2024, શુક્રવાર સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં ગુજરાતના 68 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડા અને નવસારીના ખેરગામમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ 12 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો.

આજે સવારે 6થી 10 વચ્ચે ગુજરાતના 50 તાલુકામાં વરસાદ પડ્યો

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને સવારના 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ પૈકી સૌથી વધારે વરસાદ નવસારીના ખેરગામમાં ત્રણ ઈંચ જેટલો પડ્યો હતો. ત્યારબાદ વલસાડના કપરાડામાં સવા બે ઈંચ અને નવસારીના વાંસદામાં બે ઈંચ જેટલો પડ્યો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ સવારે 6થી 10 વચ્ચે ક્યાં કેટલો વરસાદ પડ્યો.

ગુજરાત વરસાદ : બનાસકાંઠાના દાંતા અને વડગામમાં ભારે વરસાદ

તંત્ર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે સવારે 6 વાગ્યા સુધી 24 કલાકના સમયગાળામાં ગુજરાતમાં 141 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે બનાસકાંઠાના દાંતામાં આઠ ઈંચ અને વડગામમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો.

બનાસકાંઠામાં 24 કલાકમાં પડેલો વરસાદ

તાલુકોવરસાદ (MM)
અમિરગઢ8
દાંતા202
પાલનપુર47
વડગામ100

26 તાલુકામાં નોંધાયો એક ઈંચથી ત્રણ ઈંચ વચ્ચે વરસાદ

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 26 તાલુકા એવા છે જ્યાં એક ઈંચથી લઈને ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

જિલ્લોતાલુકોવરસાદ(MM)
મહિસાગરકડાણા84
પંચમહાલશેહરા71
નર્મદાતિલકવાડા67
મહિસાગરખાનપુર57
ખેડાકઠલાલ51
ખેડાગળતેશ્વર49
બનાસકાંઠાપાલનપુર47
તાપીકુકરમુંડા47
વલસાડકપરાડા45
ખેડાઠાસરા45
સુરતઉમરપાડા40
નર્મદાનાંદોડ39
ભરૂચઝઘડિયા34
સુરતસુરત શહેર32
વલસાડઉમરગામ31
સાબરકાંઠાખેડબ્રહ્મા31
પંચમહાલહાલોલ31
મહેસાણાસતલાસણા30
દાહોદસિંગવાડ29
પાટણસિદ્ધપુર27
મહિસાગરબાલાસિનોર27
છોટાઉદેપુરનસવાડી25
ભરૂચઅંકલેશ્વર24
નર્મદાગરુડેશ્વર24
સાબરકાંઠાવડાલી24

29 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી

હવામાન વિભાગે જાહેર કરેલા વરસાદનાં આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં કૂલ 141 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાંથી 29 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. એટલે કે આ તાલુકામાં એક અને બે એમએમ વરસાદ નોંધાયો હતો.

રાજ્યના 141 તાલુકામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો

હવામાન વિભાગે જાહેર કરેલા વરસાદનાં આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં કૂલ 141 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ.

ગુજરાતના આ ચાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આજની લેટેસ્ટ આગાહી અનુસાર આજે 5 જુલાઈ 2024, શુક્રવારના રોજ ગુજરાતના ચાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદ થવાની પૂરી સંભાવના છે, તો દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં પણ અત્યંત ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરાવામાં આવ્યું છે.

સમાચાર અપડેટ થઈ રહ્યા છે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ