Road Accident : ગુજરાતના અરવલ્લીથી નજીક રાજસ્થાન રતનપુર બોર્ડર પાસે જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત, 9 ના કરૂણ મોત

Gujarat Rajasthan border accident : ગુજરાત રાજસ્થાન બોર્ડર પર અરવલ્લી (Aravalli) જિલ્લાથી રતનપુર બોર્ડર (Ratanpur Border) પાસે જીપ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 9 લોકોના મોત (Nine killed), ત્રણની હાલત ગંભીર.

Gujarat Rajasthan border accident : ગુજરાત રાજસ્થાન બોર્ડર પર અરવલ્લી (Aravalli) જિલ્લાથી રતનપુર બોર્ડર (Ratanpur Border) પાસે જીપ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 9 લોકોના મોત (Nine killed), ત્રણની હાલત ગંભીર.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rajasthan border accident

ગુજરાત રાજસ્થાન બોર્ડર પર અરવલ્લી જિલ્લાથી રતનપુર બોર્ડર પાસે અકસ્માતમાં 9ના મોત

Gujarat Rajasthan border Accident : ગુજરાત અરવલ્લી જિલ્લાની રાજસ્થાનની રતનપુર બોર્ડર પર એક જીપ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 9 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, તમામના સ્થળ પર જ મોત નિપજ્યા છે. અન્ય ઘાયલોને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisment

અકસ્માતમાં નવના મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાથી રાજસ્થાન રાજ્યની રતનપુર બોર્ડર પર પેસેન્જર જીપ એક ટ્રકની પાછળ ઘુસી જતા, જીપમાં સવાર મુસાફરોમાં 9 લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે. સૂત્રો અનુસાર, પેસેન્જર જીપમાં તેની કેપેસિટી કરતા વધારે પેસેન્જર બેઠેલા હતા.

બ્રેક ફેઈલ થતા અકસ્માત સર્જાયો

જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, 9 લોકોના સ્થળ પર જ મોત થયા છે. જીપની બ્રેક ફેઈલ થતા અકસ્માત સર્જાયો હતો. જીપમાં લગભગ 19 મુસાફરો સવાર હતા, જેમાં સામાન્ય ઈજાગ્રસ્તોને બીછવાડા શામળાજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ત્રણની હાલત ગંભીર જણાતા અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર અકસ્માતમાં 12ના મોત

ઉલ્લેખનીય છે કે, આજે નવરાત્રીના પ્રથમ દિવસે અકસ્માતની અન્ય બે મોટી ઘટના પણ સામે આવી છે જેમાં મહારાષ્ટ્રના મુંબઈથી લગભગ 350 કિમી દૂર મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વેના વૈજાપુર વિસ્તારમાં સવારે 12.30 વાગ્યે થઈ હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બસ ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો, જેના કારણે બસ પાછળથી કન્ટેનર સાથે અથડાઈ. તેમણે કહ્યું કે, આ દુર્ઘટનામાં 12 મુસાફરોના મોત થયા છે. મૃતકોમાં પાંચ પુરૂષ, છ મહિલાઓ અને એક સગીર છોકરીનો સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું કે, 23 અન્ય મુસાફરો ઘાયલ થયા છે અને તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisment

તમિલનાડુ અકસ્માતમાં 8 ના મોત

તમિલનાડુના તિરુવન્નામલાઈ જિલ્લાના ચેંગમમાં રવિવારે કાર અને લારી વચ્ચેની અથડામણમાં સાત લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. ચેનગામ પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે પોલીસે જણાવ્યું હતું કે લોરી સાથે સીધી ટક્કર થતાં કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. તેમાં બેઠેલા લોકોના મૃતદેહને ગેસ કટરથી કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા. લોરી ડાઈવર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. અધિકારીઓએ લોરીના ડ્રાઈવરને ટ્રેસ કરવા માટે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે.

Rajasthan બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ અકસ્માત ગુજરાત