ગુજરાતના (gujarat) રાજુલમાં (rajula) બે દિવસ પહેલા વાડીમાં રમતી નાની બાળકી પર હુમલો કરનાર દિપડ પાંજરે પુરાયો (leopard caged) છે. ફોરેસ્ટ વિભાગની (forest department) કઠણ મહેનત બાદ હિંસક દીપડાને પાંજરે પુરવામાં આખરે સફળતા મળી છે. દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

એક દીપડાને પાંજરે પુરવા 20 લોકોએ દિવસ-રાત મહેનત કરી
રાજુલા રોડ પર આવેલ એજન્સી હોટલ સામે આવેલ ગણપતિ મંદિર પાસે બાળકી પર હુમલો કરનાર દિપડો ગણતરીની કલાકોમાં જ વન વિભાગ ની રેસ્ક્યુ ટીમ દ્વારા પકડી પાડતા રાજુલા શહેરની જનતામાં લોકો ને હાશકારો થયેલ છે.જોકે વનવિભાગ ની રેસ્ક્યું ટીમ દ્વારા દિવસ રાત ની મહેનત બાદ ફોરેસ્ટ વિભાગ દીપડાને પકડી પાડયો છે. આ રેસ્ક્યું માં ફોરેસ્ટ વિભાગ નો 20 લોકો નો સ્ટાફ સતત રોકાયેલ હતો.
બાળક પર હુમલો કરનાર દીપડાને પાંજરે પુરયા બાદ તેને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવ્યો છે. જ્યાં તેની પ્રથામિક તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વાડીમાં રમી રહેલી બાળકી પર દીપડાએ હિંસક હુમલો કર્યો
ગત મંગળવારે રાજુલાના ભેરાઈ રોડ પર આવેલ રેજન્સી હોટલ ની સામે સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરની સામે મુકેશભાઈ વનમાળીદાસ ભાઈ રાઠોડની વાડીમાં ભાગ્યું કામ રાખી મુળ રાજુલા તાલુકાના વિસળીયા ગામના રહેવાસી કનુભાઈ શીયાળ પોતાના પરિવાર સાથે રહે છે. ગઈ કાલે સાંજે સાત થી ૮ આંઠ વાગ્યેની આસપાસ તેની દિકરી કિરણબેન રાજુલા ખાતે મુકેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ વનમાળીદાસ રાઠોડની વાડીમાં આવેલ બદામના ઝાડ નીચે સાંજના સાત થી આઠ વાગ્યે ની આસપાસ ઉભા હતા તે દરમિયાન અચાનક એક દીપડાએ તેની પર હિંસક હુમલો કર્યો હતો. દિપડાએ હુમલો કરતા બાળકીના આખા શરીર પર ગંભીર ઇજા થઇ, જેમાં સૌથી વધારે ઇજાઓ માથાના અને ગળાના ભાગ પર થઇ છે. ઇજાગ્રસત બાળકીને રાજુલા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાઇ અને હાલ તેની સારવાર ચાલી રહી છે.