Rajya Sabha Election : રાજ્યસભા ચૂંટણીની તારીખ ઝાહેર થઈ ગઈ છે, 24 જુલાઈએ મતદાન યોજવામાં આવશે. આ અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી તરફથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે એસ. જયશંકરે ઉમેદવારી પત્ર જમા કરાવ્યું છે. આ સમયે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે, 24 જુલાઈએ રાજ્યસભાની 10 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આ અંતર્ગત ગુજરાતમાં ત્રણ બેઠકો માટે પણ ચૂંટણી યોજાશે. જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ગુજરાતમાં એક બેઠક માટે એસ. જયશંકરનું નામ રિપીટ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપની રાજ્યમાં બહુમતી સરકાર હોવાથી એસ જયશંકરની જીત નિશ્ચિત છે. એસ જયશંકર સતત બીજી વખત ગુજરાતથી રાજ્યસભાના સાંસદ બનશે. તમને એ પણ જણાવી દઈએ કે, હજુ અન્ય બે બેઠકો માટે નામની જાહેરાત બાકી છે. ઉમેદવારી માટે 13 જુલાઈ અંતિમ છે, જેથી ટુંક સમયમાં અન્ય બે ઉમેદવારોના નાની પણ જાહેરાત કરવામાં આવી શકે છે.
રાજ્યસભા ચૂંટણીનું પુરૂ શિડ્યુલ
ચૂંટણી માટેનું જાહેરનામું 6 જુલાઈએ બહાર પાડવામાં આવ્યું હતું, નામાંકન માટેની છેલ્લી તારીખ 13 જુલાઈ અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 17 જુલાઈ રહેશે. 24 જુલાઈના રોજ મતદાન અને મતગણતરી થશે.

રાજ્યસભાની કઈ 10 બેઠકો માટે ચૂંટણી યોજાશે?
ગુજરાતમાં ત્રણ બેઠક
સાંસદોનો કાર્યકાળ પૂરો થવાને કારણે જે બેઠકો ખાલી પડી છે, તેમાં ગુજરાતના વિદેશ મંત્રી એસ જયશંકરની બેઠકનો પણ સમાવેશ થાય છે. જયશંકર, દિનેશચંદ્ર જેમલભાઈ અનાવડિયા અને લોખંડવાલા જુગલસિંહ માથુરજી ગુજરાતના ભાજપના ત્રણ સાંસદો છે, જેમનો કાર્યકાળ 18 ઓગસ્ટે સમાપ્ત થાય છે. રાજ્યસભા માટે વિદેશ મંત્રી એસ જયશંકર ફરી રિપિટ થશે તે લગભગ ફાઇનલ છે. જોકે દિનેશચંદ્ર અનાવડિયા અને જુગલસિંહ ઠાકોરને લઇને સસ્પેન્સ છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ જાતિગત સમીકરણ પ્રમાણે ઉમેદવારોને ટિકિટ આપે તેવી શક્યતા છે.

ગોવામાં એક બેઠક
ગોવામાં એક બેઠક પર પણ ચૂંટણી યોજાશે કારણ કે, બીજેપી સાંસદ વિનય ડી. તેંડુલકરનો કાર્યકાળ 28 જુલાઈના રોજ પૂરો થઈ રહ્યો છે.
આ પણ વાંચો – દિલ્હી વરસાદી આફત: ભારે વરસાદથી લોકોના હાલ બેહાલ? જુઓ 5 Viral Video
પશ્ચિમ બંગાળમાં 6 બેઠકો
તો પશ્ચિમ બંગાળમાં છ બેઠકો પર ચૂંટણી યોજાશે કારણ કે, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ’બ્રાયન ડોલાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. સેન, સુષ્મિતા દેવ, શાંતા છેત્રી અને સુખેન્દુ શેખર રે અને કોંગ્રેસના સાંસદ પ્રદિપ ભટ્ટાચાર્યનો કાર્યકાળ 18 ઓગસ્ટે પૂરો થાય છે.





