Gujarat rain : ગુજરાતમાં ચોમાસાનો કુલ સરેરાશ 46.21 ટકા વરસાદ, 31 ડેમ હાઇ એલર્ટ પર

Gujarat monsoon average rainfall data in gujarati : અત્યાર સુધી સિઝનનો સરેરાશ 46.21 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 50.82 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 41.31 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

Gujarat monsoon average rainfall data in gujarati : અત્યાર સુધી સિઝનનો સરેરાશ 46.21 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 50.82 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 41.31 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat monsoon rain demo on high alert

ગુજરાતમાં ચોમાસું ડેમો હાઈ એલર્ટ પર photo- WRD

Gujarat monsoon average rainfall latest updates : ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે તેમ તેમ વરસાદ પણ જામી રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અને અવિરત ચાલું પણ છે.આ ચોમાસું સારું રહેવાની હવામાન વિભાગની ધારણા વચ્ચે ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 46.21 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 50.82 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 41.31 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.નર્મદા ડેમ 48.15ટકા તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 54.50 ટકા જેટલા ભરાયા છે.

Advertisment

ગુજરાતમાં કયા ઝોનમાં મોસમનો કેટલો સરેરાશ વરસાદ નોંધાયો?

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલી માહિતી પ્રમાણે આજે 07 જુલાઇ,2025ના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 46.21 ટકા જેટલો નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 50.83 ટકા, કચ્છ વિસ્તારમાં 50.35 ટકા, સૌરાષ્ટ્રમાં 45.41 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 44.11 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 41.31 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

નર્મદા ડેમ 48.15 ટકા ભરાયો, 31 ડેમ હાઇ એલર્ટ પર

SEOCના અહેવાલ મુજબ સવારે 8:00 કલાક સુધીમાં રાજ્યમાં આવેલ નર્મદા ડેમ 48.15 ટકા તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 54.50 ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે 31 ડેમ હાઇ એલર્ટ, 19 ડેમ એલર્ટ અને 18 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.

Gujarat Rain, ગુજરાત વરસાદ, વરસાદ
Gujarat Rain : ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે (ફાઇલ ફોટો)

રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા. 1 જૂન, 2025 થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા 4,205 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ 684 નગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વધુમાં, વહીવટી તંત્ર દ્વારા 13 NDRFની ટીમ તેમજ 20 SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, તેમજ 02 NDRFની તેમજ 13 SDRFની ટીમ હેડ ક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે.

Advertisment

દરિયો ન ખેડવા ચેતવણી

વધુમાં ભારતીય હવામાન વિભાગ-આઈ.એમ.ડી. દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. 7 થી 10, જુલાઇ 2025 સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.

24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લાના 209 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 209 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ તથા ડાંગના સુબીર તાલુકા તેમજ ભુજ તાલુકામાં ૫-૫ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ- ગુજરાતમાં મહિલા દૂધ મંડળીઓની વાર્ષિક આવકમાં 43%નો નોંધપાત્ર વધારો, આવક ₹9,000 કરોડને પાર

આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં સુરતના બારડોલી અને પલસાણા, કચ્છના નખત્રાણા અને ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં 4 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંત વ્યારા, વાંસદા, બાલાસિનોર, વઘઇ અને મેઘરજમાં 3-3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. વધુમાં, રાજ્યના 18 તાલુકામાં બે ઇંચથી વધુ, 48 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 130 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ વરસ્યો છે.

ચોમાસું વરસાદ ગુજરાત