scorecardresearch

ગુજરાત 2002 રમખાણ : અદાલતે દુષ્કર્મ – હત્યાના કેસમાં 26 આરોપીઓને નિર્દેશ જાહેર કર્યા

Gujarat riots 2002 case: ગુજરાત 2002 રમખાણ સંબંધિત એક કેસમાં કુલ 39 આરોપીઓમાંથી 13 વ્યક્તિ કેસ સુનાવણી દરમિયાન મૃત્યુ પામતા તેમની વિરદ્ધની ટ્રાયલ અટકાવી દેવામાં આવી હતી.

gujarat 2002 riots
ગુજરાત ર022 રમખાણ કેસ,

ગુજરાતની એક અદાલતે 2022ના કોમી રમખાણ દરમિયન કલોલમાં અલગ-અલગ ઘટનાઓમાં લઘુમતી સમુદાયની એક ડઝનથી વધુ મહિલાઓ સાથે દુષ્કર્મ અને હત્યાના તમામ 26 આરોપીઓને 20 વર્ષ જુના કેસમાં પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે.

કુલ 39 આરોપીઓમાંથી 13 વ્યક્તિઓ કેસની સુનાવણી દરમિયાન જ મૃત્યુ પામતા સામેની ટ્રાયલ અટકી ગઈ હતી.

પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત જજ લીલાભાઈ ચુડાસમાની ખંડપીઠવાળી એડિશનલ સેશન્સ કોર્ટે શુક્રવારે પુરાવાના અભાવે હત્યા, ગેંગરેપ અને રમખાણોના ગુનામાં 26 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા.

કોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે, “આ કેસના કુલ 39 આરોપીઓમાંથી 13 વ્યક્તિઓ કેસની સુનાવણી દરમિયાન જ મૃત્યુ પામ્યા હતા.”

27 ફેબ્રુઆરીના રોજ ગોધરામાં સાબરમતી ટ્રેન સળગાવવાની ઘટના બાદ જાહેર કરાયેલા બંધના એલાન દરમિયાન 1 માર્ચ, 2002ના રોજ ફાટી નીકળેલા કોમી રમખાણોમાં આરોપીઓ હિંસક ટોળામાં સામેલ હતા.

2 માર્ચ, 2002ના રોજ કલોલ પોલીસ સ્ટેશનમાં આ આરોપી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.

ફરિયાદ પક્ષે તેમની દલીલના સમર્થનમાં 190 સાક્ષીઓ અને 334 દસ્તાવેજી પુરાવાઓની તપાસ કરી, પરંતુ અદાલતે કહ્યું કે સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ છે અને ફરિયાદ પક્ષની દલીલને સમર્થન આપતા નથી.

1 માર્ચ, 2002 ના રોજ, ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં બે અલગ-અલગ સમુદાયના 2,000 થી વધુ લોકોના ટોળાએ તીક્ષ્ણ હથિયારો અને જ્વલનશીલ વસ્તુઓ સાથે એકબીજા પર હુમલો કર્યો હતો.

હિંસક ટોળાએ દુકાનોને નુકસાન પહોંચાડ્યું અને આગ લગાવી હતી. તો પોલીસ ગોળીબારમાં ઘાયલ થયેલાને હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિને ટેમ્પો સાથે જીવતો સળગી દીધો હતો. ટોળાએ એક મસ્જિદમાંથી બહાર આવતા અન્ય એક વ્યક્તિ પર હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી અને તેની લાશને મસ્જિદની અંદર સળગાવી દીધી હતી.

અન્ય એક બનાવમાં દેલોલ ગામથી ભાગીને કલોલ તરફ આવી રહેલા 38 લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાંથી 11ને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. પોલીસ ફરિયાદ મુજબ, જ્યારે જીવ બચાવવા ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે એક મહિલા પર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

Web Title: Gujarat riots 2002 court acquits 26 accused in gangrape multiple murders case

Best of Express