/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Bahubali-Shah.jpg)
બાહુબલી શાહની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમને જામીન મળી ગયા છે
ગુજરાતના સૌથી જૂના અખબારોમાંથી એક ગુજરાત સમાચાર ચલાવતી કંપનીના ડિરેક્ટર બાહુબલી શાહની ગુરુવારે સાંજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બાદમાં તેમને ખરાબ સ્વાસ્થ્યના આધારે વચગાળાના જામીન મળ્યા હતા.
બાહુબલી શાહના મોટા ભાઈ, પ્રકાશક અને ગુજરાત સમાચારના મેનેજિંગ એડિટર શ્રેયાંસભાઈ શાહે શુક્રવારે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ દ્વારા બે દિવસની સતત પૂછપરછ બાદ, ED અધિકારીઓ ગુરુવારે સાંજે બાહુબલી માટે ધરપકડ વોરંટ લઈને આવ્યા હતા.
EDના સૂત્રોએ જણાવ્યું હતું કે બાહુબલીની 2023થી એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહેલા મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આવકવેરા સૂત્રોએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે મૂળમાં 24 જગ્યાઓ માટે સર્ચ વોરંટ જારી કરવામાં આવ્યા હતા, પછી તેમાં વધારો કરવામાં આવ્યો હતો. કરચોરી માટે ED અને આવકવેરા વિભાગ બંને દ્વારા કંપનીને એકસાથે ટ્રેક કરવામાં આવી રહી હતી.
બાહુબલી લોક પ્રકાશન લિમિટેડમાં ડિરેક્ટર છે, જે ગુજરાત સમાચાર તેમજ GSTV ચલાવે છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ED ની કાર્યવાહીની ટીકા કરતા X પર એક પોસ્ટમાં કહ્યું કે ગુજરાત સમાચારને ચૂપ કરવાનો પ્રયાસ એ ફક્ત એક અખબારનો જ નહીં પરંતુ સમગ્ર લોકશાહીનો અવાજ દબાવવાનું વધુ એક કાવતરું છે. જ્યારે સત્તાને દર્પણ દેખાડચતા અખબારો પર તાળા મારી દેવામાં આવે છે, ત્યારે સમજો કે લોકશાહી જોખમમાં છે. બાહુબલી શાહની ધરપકડ એ ડરની એ જ રાજનીતિનો ભાગ છે જે હવે મોદી સરકારની ઓળખ બની ગઈ છે.
गुजरात समाचार को खामोश करने की कोशिश सिर्फ एक अख़बार की नहीं, पूरे लोकतंत्र की आवाज़ दबाने की एक और साज़िश है।
जब सत्ता को आईना दिखाने वाले अख़बारों पर ताले लगाए जाते हैं, तब समझ लीजिए लोकतंत्र खतरे में है।
बाहुबली शाह की गिरफ्तारी डर की उसी राजनीति का हिस्सा है, जो अब मोदी…— Rahul Gandhi (@RahulGandhi) May 16, 2025
શ્રેયાંસભાઈએ કહ્યું કે આવકવેરા અધિકારીઓ બુધવારે વહેલી સવારે મારા ઘરે આવ્યા અને બાહુબલી, મારા પુત્ર નિર્મમ અને અમમ અને અમારી સાથે સંકળાયેલા બધા લોકોના પરિસરમાં ગયા. ગઈકાલે (ગુરુવારે) સાંજે 6 વાગ્યે તેઓ કોઈ પણ સૂચના વિના બાહુબલી માટે ધરપકડ વોરંટ લઈને આવ્યા.
તેમણે ઉમેર્યું કે અમને ખબર નથી કે તેઓ અમારી સાથે અંડરવર્લ્ડના કોઈ વ્યક્તિ જેવો વ્યવહાર કેમ કરી રહ્યા છે. જાણે હું ગુનેગાર હોઉં. આટલા વર્ષો પછી અચાનક શું થયું?
ગુજરાત સમાચાર, જે તેના પ્રકાશનના 97માં વર્ષમાં છે, તે ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વિતરિત કરવામાં આવે છે. તેની વેબસાઇટ 2014 ના ભારતીય વાચક સર્વેક્ષણના હવાલાથી તેનું સર્ક્યુલેશન 4.6 મિલિયન હોવાનું જણાવે છે.
આ દૈનિકની સ્થાપના શ્રેયાંસભાઈ અને બાહુબલીના પિતા સ્વર્ગસ્થ શાંતિલાલ શાહ દ્વારા કરવામાં આવી હતી. લોક પ્રકાશન 1940 માં એક પબ્લિક લિમિટેડ કંપની તરીકે સ્થાપિત થયું હતું. પરિવારની માલિકીના સાહસની મુખ્ય બ્રાન્ડ ત્યારથી અન્ય વ્યવસાયોમાં વૈવિધ્યસભર બની છે, પરંતુ ગુજરાત સમાચાર જૂના અમદાવાદના ખાનપુર ખાતેના તેના મૂળ પ્રેસથી પ્રકાશિત થવાનું ચાલુ રાખે છે.
શ્રેયાંસભાઈએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે અગાઉ ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાત સમાચારના X હેન્ડલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મને ખબર નથી કે આવું શા માટે કરવામાં આવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે EDનો કેસ ગુજરાત સમાચારના પ્રકાશક લોક પ્રકાશન અને બાહુબલીના કથિત શેર હેરાફેરીનો સંદર્ભ આપે છે. ઇડીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આવકવેરાના દરોડામાં પણ કંપની અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓના કામકાજમાં અનેક અનિયમિતતાઓ મળી આવી હતી. તેમણે કહ્યું કે આ જ કારણ છે કે બાહુબલી શાહથી કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે EDનો કેસ 2006માં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા શરૂ કરાયેલી તપાસ અને 2016માં કંપની અને તેના માલિકો સામે કરાયેલી તપાસ પર આધારિત હતો. 2006નો કેસ 2003-05ના એક કૌભાંડ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે જ્યાં IDFC લિમિટેડ અને IL&FS લિમિટેડ સહિત વિવિધ કંપનીઓના પ્રારંભિક જાહેર ઓફરિંગનો અનિયમિત રીતે વેપાર કરવામાં આવ્યો હતો.
SEBIએ દાવો કર્યો હતો કે લોક પ્રકાશન લિમિટેડ, બાહુબલી, શ્રેયાંસભાઈ અને શ્રેયાંસભાઈના પત્ની સ્મૃતિબેન, જેમનું ગયા મહિને અવસાન થયું હતું. તેમણે રિટેલ રોકાણકારો માટે અનામત રાખેલા શેરોને કોર્નર કરવા માટે ચોક્કસ ઓપરેટરોને ભંડોળ પૂરું પાડ્યું હતું. SEBIએ શાહને કારણદર્શક નોટિસ જારી કરી હતી અને તેમને ચોક્કસ સમયગાળા માટે ચોક્કસ કંપનીઓના શેરમાં વેપાર કરવાથી રોકી દીધા હતા.
ચારેય પક્ષો આખરે નિયમનકારી સત્તાવાળાઓ સાથે સંમતિ પદ્ધતિ હેઠળ સમાધાન પર પહોંચ્યા હતા. પરિવાર અને કંપનીને સમાધાન ચાર્જ ચૂકવવા અને સંબંધિત વેપારથી થયેલા નફાને સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું હતું. બાહુબલીએ પોતે સમાધાન ચાર્જ તરીકે 17.6 લાખ રૂપિયા અને ડિસ્ગોર્જમેન્ટ (લાભનું સરેન્ડર) રકમ તરીકે 25 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. લોક પ્રકાશને સમાધાન ચાર્જ તરીકે 1 કરોડ રૂપિયા અને ડિસ્ગોર્જમેન્ટ રકમ તરીકે 1.43 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.
ગુજરાત સમાચારમાં તેમની ભૂમિકા ઉપરાંત બાહુબલી શાહ ઘણી કંપનીઓમાં નિર્દેશક પદ પર છે. તેઓ લોક પ્રકાશન લિમિટેડમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે, જેનો સીધો હિસ્સો 22.79% છે. શ્રેયાંસભાઈના હોલ્ડિંગ સાથે, શાહ પરિવાર કંપનીમાં બહુમતી હિસ્સો ધરાવે છે.
રાજ્યના મીડિયા ક્ષેત્રમાં ગુજરાત સમાચારની સ્થિતિને જોમાં તેમાં ઘણા પ્રમુખ કર્મચારી રહ્યા છે. જેમાં 1950ના દાયકામાં પોતાની રાજનીતિક કારકિર્દીની શરૂઆત કરતા પહેલા સ્વર્ગસ્થ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી પણ સામેલ છે. જોકે આ અખબારનો કોંગ્રેસના દિગ્ગજ નેતા સાથે કડવા-મીઠા સંબંધો રહ્યા છે અને તેણે સત્તામાં રહેલા પક્ષોના કટ્ટર ટીકાકાર તરીકેની પ્રતિષ્ઠા જાળવી રાખી છે.
શુક્રવારે X ના રોજ એક પોસ્ટમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ગુજરાત સમાચાર એક 93 વર્ષ જૂની સંસ્થા છે, જેના વરિષ્ઠ સંસ્થાપક બાહુબલી શાહની ઇડીથી ધરપકડ કરાવીને મોદીજીએ સિદ્ધ કર્યું છે કે ટીકાકારોની ધરપકડ કરવી એ ડરેલા સરમુખત્યારની પહેલી નિશાની છે. જે કોઈએ આ સરકાર સામે અવાજ ઉઠાવ્યો અને જેણે ભાજપ સાથે સમજુતી ના કરી તેને જેલ જાવું પડશે. સરકાર દ્વારા સ્વતંત્ર મીડિયા પર દબાણ બનાવીને પોતાના હકમાં ઉપયોગ કરવો લોકતંત્ર માટે ઘાતક છે.
કોંગ્રેસના સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ગુજરાત સમાચાર અખબાર હંમેશા સત્તા સામે ઉભું રહ્યું છે, પછી ભલે તે સત્તામાં કોય પણ હોય. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અને કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીએ ધરપકડને શરમજનક અને "બદલો લેવાનું કૃત્ય ગણાવ્યું.
આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું કે આવકવેરા અને EDના દરોડા અને બાહુબલીની ધરપકડ "સંયોગ નથી". "આ ભાજપના ઘમંડની નિશાની છે, જે સત્ય બોલતા અને પ્રશ્નો પૂછતા દરેક અવાજને ચૂપ કરવા માંગે છે.
શાહ પરિવારે કહ્યું કે ધરપકડ પછી અસ્વસ્થતાની ફરિયાદ કરનારા બાહુબલીને પહેલા વીએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને બાદમાં તેમના આગ્રહ પર ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઝાયડસ સૂત્રોએ જણાવ્યું કે બાહુબલીને ગુરુવારે મોડી રાત્રે લાવવામાં આવ્યા હતા અને હાલમાં તે ICUમાં છે.
(ઇન્ડિયન એક્સપ્રેસ માટે લીના મિશ્રા અને દિપ્તીમાન તિવારનો રિપોર્ટ)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us