ગુજરાત વિધાનસભા : 1,606 સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષક, શિક્ષણમંત્રીએ આપ્યો જવાબ

ગુજરાત માં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત છે, 1606 શળાઓમાં માત્ર એક શિક્ષક, શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે વિધાનસભામાં આપ્યા જવાબ.

Written by Kiran Mehta
February 13, 2024 16:00 IST
ગુજરાત વિધાનસભા : 1,606 સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષક, શિક્ષણમંત્રીએ આપ્યો જવાબ
ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત (ફાઈલ ફોટો)

રિતુ શર્મા : ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની અછત અંગે ગુજરાત વિધાનસભામાં માહિતી આપવામાં આવી છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં 1,606 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક શિક્ષક સાથે કાર્યરત છે, જે બે વર્ષ પહેલા 700 જેટલી હતી, રાજ્ય સરકારે સોમવારે વિધાનસભામાં માહિતી આપી હતી.

TET-I પાસ કરનારા 2,769 ઉમેદવારોને નોકરી આપવાની બાકી

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં ગયા એપ્રિલમાં લેવાયેલી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ પેપર 1 (TET-I) ની પરીક્ષા પાસ કરનારા 2,769 ઉમેદવારોમાંથી 2,769 ઉમેદવારોમાંથી હજુ સુધી કોઈને નોકરી આપવામાં આવી નથી.

શિક્ષકોની અછત મામલે શિક્ષણ મંત્રીએ શું કહ્યું?

M

ચાલુ બજેટ સત્રના પ્રશ્નકાળ દરમિયાનની ચર્ચામાં, શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે સ્વીકાર્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં શિક્ષકોની અછતનો સામનો કરતી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે કારણ કે, શિક્ષકોને તેમની પસંદગીના સ્થાનો પર સ્થાનાંતરિત કરવામાં આવ્યું છે.

કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીના પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બર, 2023 સુધીમાં ગુજરાતમાં 1,606 સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક શિક્ષક સાથે કાર્યરત હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 31,000 થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ છે.

સિંહ સંરક્ષણ માટે શું કરવામાં આવશે?

આજે વિધાનસભા ખાતે રાજ્યમાં સિંહ સંરક્ષણ માટે સહાય અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતના પનોતાપુત્ર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એશિયાટીક સિહોના ભવિષ્યને સુરક્ષિત કરવા પ્રોજેક્ટ લાયન અમલી બનાવ્યો છે. જે હેઠળ સિંહોની વધતી સંખ્યા માટે વધુ સુરક્ષિત રહેઠાણના વ્યવસ્થાપન,સ્થાનિક નાગરિકોની આજીવિકા નિર્માણ અને તેમની સહભાગીદારી નિશ્ચિત કરવામાં આવી છે.

આ ઉપરાંત બિગ કેટ ડીસીસ ડાયગ્નોસ્ટીકસ અને સારવાર વિષયક જ્ઞાનનું વૈશ્વિક હબ બનાવવા આવશે સાથે સાથે પ્રોજેક્ટ લાયન દ્વારા જૈવિક સંરક્ષણ માટે પણ સઘન પ્રયાસો કરાશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી ૨૦૨૩ની સ્થિતિએ રૂ. ૨૦૦ લાખની સહાય મળી છે.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે સિહોના સંરક્ષણ માટે લેવાયેલા પગલાની વધુ વિગતો આપતા કહ્યું કે, સિંહ તથા અન્ય વન્ય પ્રાણીઓની બિમારી તેમજ અકસ્માત વખતે તાત્કાલિક સારવાર માટે વેટરનરી ઓફિસરની તેમજ વન વિભાગ દ્વારા સિંહોના અવર-જવર વાળા વિસ્તારમાં તકેદારી રાખવા માટે વન્ય પ્રાણી મિત્રોની પણ નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચો – BAPS હિંદુ મંદિર, અબુ ધાબી – પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : જાણો પૂરો કાર્યક્રમ, લાઈવ ક્યાં જોઈ શકશો?

વન્યપ્રાણીઓના રેસ્ક્યુ માટે રેપિડ એક્શન ટીમ તથા રેસ્ક્યુ ટીમની રચના કરવામાં આવી છે.જુદા જુદા સ્થળોએ વન્યપ્રાણી સારવાર કેંદ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ અભ્યારણ્ય વિસ્તારમાંથી પસાર થતા જાહેર માર્ગો પર સ્પીડ બ્રેકરો મુકવામાં આવ્યા છે. લોક જાગૃતિના ભાગરૂપે વન્યપ્રાણી સંરક્ષણમાં સહકાર આપવા માટે જાહેર માર્ગો પર સાઇન બોર્ડ મુકવામાં આવેલા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ