SIR Gujarat : શું છે આ SIR? થોડો સમય કાઢી આ કામ કરી લેજો, નહીં તો મોટો રાષ્ટ્ર ધર્મ ચૂકી જશો…

SIR Gujarat 2025 Voter List Survey : ગુજરાતભરમાં SIR અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે 22 અને 23 નવેમ્બરે મતદાન મથકો પર ખાસ કેમ્પ યોજાવાનો છે. SIR ફોર્મ ભરવા ક્યા દસ્તાવેજની જરૂર પડશે તેની સંપૂર્ણ યાદી અહીં આપી છે.

Written by Ajay Saroya
November 18, 2025 15:06 IST
SIR Gujarat : શું છે આ SIR? થોડો સમય કાઢી આ કામ કરી લેજો, નહીં તો મોટો રાષ્ટ્ર ધર્મ ચૂકી જશો…
SIR Gujarat 2025 : ગુજરાતમાં SIR અંતર્ગત મતદાતા યાદી ચકાસણી કાર્યક્રમ ચાલી રહ્યો છે.

Gujarat SIR Voter List Survey : ગુજરાતમાં SIR પ્રક્રિયા મતદાર યાદી વિશેષ સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. એસઆઈઆરનું પુરું નામ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (Special Intensive Revision (SIR) છે. એસઆઈઆરમાં મતદાર યાદીમાં સામેલ મતદારોની ચકાસણી કરવામાં આવી રહી છે. અમદાવાદ સહિત ગુજરાતભતમાં 22 નવેમ્બર અને 23 નવેમ્બરે મતદાન મથકો પર ચૂંટણી પંચના સભ્યો અને BLO અધિકારીઓ દ્વારા એસઆઈઆરની કામગીરી થશે. જેમા મતદાતાએ એક બારકોર્ડ વાળું ફોર્મ ભરીને બુથ લેવલ ઓફિસર (BLO અધિકારી) ને આપવાનું હશે.

ગુજરાતમાં SIR મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

ગુજરાતમાં વર્ષ 2002ની મતદાર યાદીના આધારે SIR સર્વે થઇ રહ્યો છે. રાજ્યમાં 4 નવેમ્બર 2025 થી 4 ડિસેમ્બર 2025 સુધી મતદાતા ચકાસણી કામગીરી ચાલશે. ત્યાર બાદ 9 ડિસેમ્બરના રોજ મતદાર યાદીનો ડ્રાફ્ટ પ્રસિદ્ધ થશે. જો મતદાર યાદીમાં તમારું નામ ન હોય કે કોઇ સુધારો કરવાનો હોય તો હક્ક દાવા અને વાંધા અરજી 9 ડિસેમ્બર, 2025 થી 8 જાન્યુઆરી 2026 સુધી કરી શકાશે. મતદાર યાદી સંબંધિત ફરિયાદની સુનવણી અને ચકાસણી માટેનો નોટિસ સમય 9 ડિસેમ્બર 2025 થી 31 જાન્યુઆરી 2026 સુધી કરી શકાશે. ત્યારબાદ છેલ્લે 7 ફેબ્રુઆરી, 2026ના રોજ ફાઈનલ મતદાર યાદી રજૂ થશે.

22 અન 23 નવેમ્બરે SIR મતદાર યાદી ચકાસણી માટે ખાસ કેમ્પ

SIR મતદાતા ચકાસણી માટે સમગ્ર ગુજરાતમાં 22 નવેમ્બર અને 23 નવેમ્બરના રોજ ખાસ કેમ્પ યોજાશે. આ તારીખ તમારા મતદાન મથક પર બુથ લેવલ ઓફિસર સવારના 9 થી બપોરના 1 વાગ્યા સુધી હાજર હશે. તેમની પાસેથી તેઓ SIR ફોર્મ મેળવી મેળવી શકશો અને તે ફોર્મ ભરીને તેમને પરત આપવાનું રહેશે.

મતદાર યાદીમાં નામ ઉમેરવા ક્યું ફોર્મ ભરવું?

હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ વર્ષ 2002ની મતદારા યાદી આધારે થઇ રહ્યું છે. જો તાજેતરમાં તમારા ઘરના કોઇ સભ્યની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ થઇ છે અને મતદાર યાદીમાં નામ નથી, તો આવી સ્થિતિમાં તમે BLO અધિકારી પાસેથી ફોર્મ નં 6 ભરીને મતદાર યાદીમાં નામ નોંધાણ કરાવી શકાય છે.

SIR ફોર્મ ભરવા માટે ક્યા દસ્તાવેજની જરૂર પડશે?

  • મતદાર ઓળખપત્ર
  • આધાર કાર્ડ
  • કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા પેન્શન પેમેન્ટ ઓર્ડર
  • સરકારી કે સ્થાનિક સંસ્થા, બેંક, પોસ્ટ ઓફિસ, LIC દ્વારા જારી સર્ટિફિકેટ
  • જન્મ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ
  • શૈક્ષણિક પ્રમાણપત્ર
  • પરમેનન્ટ રેસિડેન્ટ સર્ટિફિકેટ
  • ફોરેસ્ટ રાઇટ સર્ટિફિકેટ
  • જાતિ પ્રમાણપત્ર
  • રાજ્ય કે સ્થાનિક સંસ્થા દ્વારા તૈયાર કરાયેલું ફેમિલિ રજિસ્ટાર
  • જમીન કે ઘર એલોટમેન્ટ સર્ટિફિકેટ
  • એનઆરસી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ