GSRTC Bus Fare Hike : ગજરાત એસટીમાં મુસાફરી કરવી હવે મોંઘી પડશે. ગુજરાત સ્ટેટ રિજનલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે જીએસઆરટીસી એ બસના ભાડામાં સરેરાશ 25 ટકા સુધીનો તોતિંગ વધારો કર્યો છે. ગુજરાત એસટીએ 10 વર્ષ બાદ બસના ભાડાં વધાર્યા છે અને નવા ભાડાં ટૂંક આજે મધરાતથી લાગુ થશે. નોંધનિય છે કે, શ્રાવણ મહિનાના તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો ધાર્મિક કે પ્રવાસન સ્થળે ફરવા જાય છે. હવે તેમણે તેમણે ગુજરાત એસટીમાં પ્રવાસ કરવા માટે વધારે રૂપિયા ચૂકવવા પડશે.
ગુજરાત એસટી બસના ભાડામાં કેટલા વધ્યા
જીએસઆરટીસી દ્વારા એસટી બસના ભાડામાં 25 ટકા સુધીનો તોતિંગ વધારો ઝિંકાયો છે. જે આ મુજબ છે.
- લોકલ એસટી બસઃ લોકલ એસટી બસનું ભાડું પ્રતિ કિમી 64 પૈસા હતુ જે હવે વધીને 80 પૈસા થયુ છે.
- એક્સપ્રેસ એસટી બસઃ આ બસનું ભાડું પ્રતિ કિમી 68પૈસા હતુ જે હવે વધીને 85 પૈસા થયુ છે.
- નોન એસી અને સ્લિપર કોચ એસટી બસઃ આ એસટી બસનું ભાડું પ્રતિ કિમી 62 પૈસા હતુ જે હવે વધીને 77 પૈસા થયુ છે.
આમ જીએસઆરટીસીએ લોકલ એસટી બસના ભાડામાં 16 પૈસા, એક્સપ્રેસ બસના ભાડામાં 17 પૈસા તેમજ નોન એસી અને સ્લીપર કોચ બસના ભાડામાં 15 પૈસા સુધીનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે.
ગુજરાત એસટી બસના ભાડામાં વધારાથી 10 લાખ લોકોને અસર થશે
જીએસઆરટીસી દ્વારા એસટી બસના ભાડામાં વધારો ઝીંકતા લગભગ 10 લાખ મુસાફરો પ્રભાવિત થશે. ગુજરાતમાં લગભગ 10 લાખ લોકો એસટી બસથી અવરજવર કરતા હોય છે. જેમાં પ્રવાસીઓ, રૂટીન અપડાઉન કરતા કર્મચારીઓ-નોકરીયાત લોકો અને વિદ્યાર્થીઓની વધારે ઘણી વધારે છે.
નોંધનિય છે કે, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એ એક પેસેન્જર ટ્રાન્સપોર્ટ સંસ્થા છે જે ગુજરાત અને પાડોશી રાજ્યોમાં બસ સેવાઓ પૂરી પાડે છે. તેમાં 16 વિભાગ, 129 ડેપો, 226 બસ સ્ટેશન અને 8000 થી વધુ બસો છે. જી.એસ.