/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/ચંદ્રયાન-3-ચંદ્ર-પર-પહોંચ્યું-6.jpg)
ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા બહુ ગંભીર છે. (Express Photo)
Gujarat Stray Cattle Guidelines and Penalty : ગુજરાત સરકારે રખડતા ઢોર અંગે નિયમો જાહેર કર્યા છે. ગુજરાત હાઇકોર્ટની વારંવાર ફટકાર બાદ આખરે રાજ્ય સરકારે મહાનગર પાલિકા અને નગર પાલિકામાં ઢોર રાખવા અને રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે કડક નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો અનુસાર મનપા અને નપામાં ઢોર રાખવા માટે પશુપાલકે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તેમજ ઢોર રસ્તા પર રખડતા દેખાશે તો તેના માલિક પાસેથી 1000થી લઇ 10000 રૂપિયા સુધીનો દંડ વસૂલવાની પણ જોગવાઇ કરવામાં આવી છે.
ગુજરાતના શહેરોમાં રખડતા ઢોર પકડાય તો કેટલો દંડ થશે?
ગુજરાત સરકારે રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા માટે માટે વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં રોડ-રસ્તા પર રખડતા ઢોર પકડાશે તો પશુમાલિકો પાસેથી દંડ વસૂલવાની જોગવાઇ કરવામાં આવે છે. ગાય-ભેંસ - વાછરડાં, ઘોડા -ગધેડા જેવા રખડતા પશુઓ માટે અલગ-અલગ દંડની રકમ નક્કી કરાઇ છે. જેમાં ઓછામાં ઓછો 1000 અને વધુમાં વધુ 10000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/ચંદ્રયાન-3-ચંદ્ર-પર-પહોંચ્યું-2.jpg)
ગાય - ભેંસ - બળદ કે વાછરડા રખડતા પડકાય તો કેટલો દંડ થશે
ગુજરાત સરકારના રખડતા ઢોર નિયંત્રણ ગાઇડલાઇન અનુસાર જો મહાનગર પાલિકા અને નગરપાલિકામાં ગાય, ભેંસ અને બળદ રખડતા પકડાય તો પશુમાલિક પાસેથી 1000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. તેમજ જ્યાં સુધી તે સરકારી કબજામાં રહેશે ત્યારે દિવસ દીઠ ઘાસચારાના 500 રૂપિયા અને વહીવટી ચાર્જ પેટે 500 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Gujarat-Stray-Cattle-Rules-and-Penalty.jpg)
ઘોડા-ગધેડા, હાથી-ઉંટ, બકરા કે ડુક્કર રખડતા પકડાય તો કેટલો દંડ થશે?
ગુજરાત સરકારની ગાઇડલાઇન અનુસાર જો રોડ-રસ્તા પર જો ઘોડા રખડતા પકડાશે તો 3000 રૂપિયા દંડ થશે. તેવી જરીતે ગધેડા, ઘેંટા-બકરા અને ડુક્કર (ભુંડ) રખડતા પકડાશે તો 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જો રખડતા ઉંટ પકડાશે તો 3000 રૂપિયા અને હાથી રખડતો પકડાશે તો તેના માલિકને અધધધ 10000 રૂપિયા દંડ ફટકારવામં આવશે.
આ પણ વાંચો | ગુજરાતના શહેરમાં ગાય-ભેંસ, ઘોડા-ગધેડા રાખવા લાઇસન્સ લેવું પડશે, ચાર્જ લાગશે,
દોઢ ગણો દંડ ફટકારવાની અને પશુઓ જપ્ત કરવાની જોગવાઇ
- રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા માટે ગુજરાત સરકારે વિસ્તૃત નિયમો અને માર્ગદર્શિકા જાહેર કરી છે. તે મુજબ જો ઢોર પ્રથમ વખત પકડાય તો નિયમ અનુસાર નિર્ધારિત દંડ, ફી તથા ખર્ચ વસૂલવા ગુજરાત નગરપાલિકા અિધિનયમની કલમ- 240 અને 243 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
- ત્રણ વખત કરતા વધુ વખત ઢોર પકડાશે કે ત્રણ કે તેથી વધુ વખત એક જ માલિકના જુદા જુદા ઢોર પકડાશે તો પશુઓ કાયમી ધોરણે જપ્ત કરવામાં આવશે અને ઢોર પરત આપવામાં આવશે નહી. તેમજ પશુમાલિકનું લાઇસન્સ - પરમીટ રદ કરાશે અને ત્યારબાદ તે વ્યક્તિ પશુઓ રાખી શકશે નહીં.
- ઉપરોક્ત દંડ-ચાર્જના દરમાં વખતો વખત સમીક્ષા કરી પ્રાદેશિક કમિશ્નર આ દરોમાં વધારો કરી શકશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us