Gujarat weather update : અમદાવાદ અને ગાંધીનગર રાજ્યના સૌથી ગરમ શહેર, ક્યારે પડશે ગાજવીજ સાથે વરસાદ?

Gujarat Summer weather update : ઉત્તર ભારતમાં દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ પડવાના જનજીવન ઉપર અસર પડી હતી. ત્યારે ગુજરાતમાં પણ હવામાન વિભાગે 24 કલાક બાદ ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે.

Gujarat Summer weather update : ઉત્તર ભારતમાં દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ પડવાના જનજીવન ઉપર અસર પડી હતી. ત્યારે ગુજરાતમાં પણ હવામાન વિભાગે 24 કલાક બાદ ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat rain forecast

ગુજરાતમાં વરસાદની આગાહી - Photo - freepik

Gujarat Summer weather update, ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં ઉનાળો બરોબર જામી ગયો હતો. રાજ્યમાં ગરમીનો પારો 43 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન રહ્યું છે. રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીના કારણે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળે છે. જોકે, અત્યારના દિવસોમાં રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થયો છે. ઉત્તર ભારતમાં દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ પડવાના જનજીવન ઉપર અસર પડી હતી. ત્યારે ગુજરાતમાં પણ હવામાન વિભાગે 24 કલાક બાદ ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે.

Advertisment

અમદાવાદ અને ગાંધીનગર રાજ્યના સૌથી ગરમ શહેર રહ્યા

ગુજરાતમાં બે દિવસથી ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. એક તબક્કે 46 ડિગ્રી પહોંચેલું મહત્તમ તાપમાન અત્યારે 43.5 ડિગ્રી સુધી નીચે આવી ગયું હતું. હવામાન વિભાગે જાહેર કરેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 39 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

રાજ્યમાં 33.1 ડિગ્રીથી લઈને 43.5 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં 43.5 ડિગ્રી અને અમદાવાદમાં 43.4 ડિગ્રી મહત્તમ તાપમાન સાથેરાજ્યના સૌથી ગરમ શહેર રહ્યા હતા. દ્વારકામાં 33.1 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ43.4 27.6
ડીસા40.2 26.3
ગાંધીનગર43.5 26.5
વિદ્યાનગર42.9 25.8
વડોદરા42.2 27.0
સુરત37.2 25.0
વલસાડ
દમણ35.0 25.6
ભૂજ40.0 25.5
નલિયા36.4 25.8
કંડલા પોર્ટ36.7 26.0
કંડલા એરપોર્ટ41.8 26.0
અમરેલી42.3 22.6
ભાવનગર41.6 25.8
દ્વારકા33.1 27.3
ઓખા33.8 27.4
પોરબંદર35.6 21.2
રાજકોટ43.1 25.0
વેરાવળ33.6 26.7
દીવ34.5 23.6
સુરેન્દ્રનગર42.4 26.2
મહુવા38.6 19.9
કેશોદ40.1 23.2
Advertisment

24 કલાક બાદ રાજ્યમાં આ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગે 24 કલાક બાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદની શક્યતા સેવી છે.

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

ત્યારબાદ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

હિટ વેવ વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત