/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Gujarat-summer-weather.jpg)
ગુજરાતમાં ઉનાળો, વેધર અપડેટ - photo- freepik
Gujarat Summer weather update, ગુજરાત વેધર : ગુજરાતમાં અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે પરંતુ ઉનાળાની ગરમીનું પ્રમાણ ઓછું છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. એક સમયે 43 ડિગ્રી પહોંચેલું મહત્તમ તાપમાન અત્યારે 37 ડિગ્રી આસપાસ આવી ગયું છે. ગુજરાતમાં આગામી 48 કલાક સુધી ગરમીમાં વધારો જોવા મળવાનો નથી.
સતત એક સપ્તાહથી રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું
હોળી બાદ ગરમીમાં વધારો થવાના બદલે અત્યારે ગરમીમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આપેલા ગરમીના આંકડા પ્રમાણે ગુજરાતમાં 29 ડિગ્રીથી લઈને 37.4 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં રાજકોટ સતત એક સપ્તાહ કરતા વધારે સમયથી રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. રાજકોટમાં 37.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે દ્વારકામાં 29 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો
ગુજરાતમાં અત્યારે ગરમી સામાન્ય રહી છે. જ્યારે અમદાવાદમાં ગુરુવારે મહત્તમ તાપમાનમાં આશરે બે ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં બુધવારે 37.5 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું જેમાં ઘટાડો થઈને ગુરુવારે 35.8 ડિગ્રી રહ્યું હતું. ગાંધીનગરમાં પણ તાપમાન ઘટીને 35.8 ડિગ્રી સુધી પહોંચ્યું છે.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 35.8 | 20.6 |
| ડીસા | 36.7 | 20.0 |
| ગાંધીનગર | 35.8 | 19.0 |
| વિદ્યાનગર | 35.5 | 22.0 |
| વડોદરા | 36.4 | 20.0 |
| સુરત | 35.4 | 23.6 |
| વલસાડ | – | – |
| દમણ | 32.8 | 21.0 |
| ભૂજ | 35.5 | 21.3 |
| નલિયા | 32.4 | 17.0 |
| કંડલા પોર્ટ | 35.4 | 21.4 |
| કંડલા એરપોર્ટ | 36.0 | 19.1 |
| અમરેલી | 36.0 | 17.4 |
| ભાવનગર | 34.7 | 22.8 |
| દ્વારકા | 29.0 | 24.4 |
| ઓખા | 31.1 | 24.2 |
| પોરબંદર | 34.0 | 19.0 |
| રાજકોટ | 37.4 | 20.4 |
| વેરાવળ | 33.9 | 21.9 |
| દીવ | 35.5 | 17.2 |
| સુરેન્દ્રનગર | 35.5 | 22.2 |
| મહુવા | 35.8 | 18.9 |
| કેશોદ | 36.2 | 17.0 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
હવામાન વિભાગની આગાહી: 48 કલાક બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે
સમગ્ર ગુજરાતમાં અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે. ઉનાળો શરૂ થયાના દિવસો પણ પસાર થવા લાગ્યા છે. હવે ગુજરાતમાં સામાન્ય ગરમી માત્ર 48 કલાક સુધી રહેશે ત્યાર બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગે 48 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us