/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Gujarat-summer-Weather-update.jpg)
ગુજરાતમાં ઉનાળો, વેધર અપડેટ્સ - photo - freepik
Gujarat Summer weather update, ગુજરાત વેધર : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં એક સમયે 43 ડિગ્રી સુધી પહોંચેલું મહત્તમ તાપમાન અત્યારે 37 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયું છે. રાજ્યમાં અત્યારે ગરમીનું પ્રમાણ ઘટ્યું છે જેના પગલે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી હવામાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ સેવી છે.
રાજકોટમાં મહત્તમ તપામાન 37.9 ડિગ્રી રહ્યું
ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થયો છે ત્યારે હવામાન વિભાગે તાપમાનના આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 30.1 ડિગ્રીથી લઈને 37.9 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. 37.9 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકા 30.1 ડિગ્રી અને ઓખામાં 30.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં ગરમી ઘટી લોકોએ લીધો રાહતનો શ્વાસ
ગુજરાતમાં ગરમી ઘટવાની સાથે અમદાવાદમાં પણ ગરમી ઘટી છે. આવી સ્થિતિમાં અમદાવાદમાં 36.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં પણ 36.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જોકે, સવારમાં ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.
ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 36.7 | 22.5 |
| ડીસા | 36.7 | 21.1 |
| ગાંધીનગર | 36.5 | 22.0 |
| વિદ્યાનગર | 00 | 23.2 |
| વડોદરા | 37.4 | 24.6 |
| સુરત | 36.2 | 22.6 |
| વલસાડ | – | – |
| દમણ | 34.6 | 22.2 |
| ભૂજ | 36.1 | 21.6 |
| નલિયા | 35.2 | 17.5 |
| કંડલા પોર્ટ | 00 | 22.5 |
| કંડલા એરપોર્ટ | 36.6 | 22.5 |
| અમરેલી | 37.8 | 20.2 |
| ભાવનગર | 35.7 | 24.0 |
| દ્વારકા | 30.1 | 24.0 |
| ઓખા | 30.2 | 23.6 |
| પોરબંદર | 35.0 | 19.6 |
| રાજકોટ | 37.9 | 20.0 |
| વેરાવળ | 33.9 | 22.2 |
| દીવ | 33.0 | 18.8 |
| સુરેન્દ્રનગર | 37.5 | 23.0 |
| મહુવા | 37.2 | 22.5 |
| કેશોદ | 37.6 | 17.8 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
આગામી પાંચ દિવસ હવામાનમાં કોઈ ફેરફા નહીં થાય: હવામાન વિભાગ
ગુજરાતમાં ગરમી ઘટી રહી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં ગુજરાતના હવામાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થવાના શક્યતાઓ સેવી છે. ત્યારબાદ ગરમીમાં વધારો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us