Gujarat Summer weather update : ગુજરાતમાં ગરમી નરમ પડી, 48 કલાકમાં હજી તાપમાન ઘટશે, ક્યાં કેટલી ગરમી નોંધાઈ

Gujarat Weather Forecast : ગુજરાતમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી ઘટીને 38 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયું છે. એપ્રિલ મહિનાની શરુઆતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

Gujarat Weather Forecast : ગુજરાતમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી ઘટીને 38 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયું છે. એપ્રિલ મહિનાની શરુઆતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat summer Weather update

ગુજરાતમાં ઉનાળો, વેધર અપડેટ્સ - photo - freepik

Gujarat Summer weather update, ગુજરાત વેધર : ગુજરાતમાં હવે ઉનાળો જામી ગયો છે ત્યારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી વટાવી ગયું છે. જોકે, આગામી 48 કલાકમાં ગરમીમાં રાહત જોવા મળશે. બુધવારે ગરમીમાં બે ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી ઘટીને 38 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયું છે. એપ્રિલ મહિનાની શરુઆતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

Advertisment

ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો

હવામાન વિભાગે આપેલા તાપમાનનાં આંકડા પ્રમાણે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં 30.1 ડિગ્રીથી લઈને 38.3 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. 38.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 30.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ38.2 24.8
ડીસા37.6 22.3
ગાંધીનગર37.4 25.2
વિદ્યાનગર37.2 22.8
વડોદરા40.622.4
સુરત35.2 24.6
વલસાડ
દમણ33.0 22.6
ભૂજ37.2 21.2
નલિયા32.5 19.0
કંડલા પોર્ટ35.8 21.9
કંડલા એરપોર્ટ35.2 20.5
અમરેલી38.0 21.2
ભાવનગર34.9 23.1
દ્વારકા30.1 24.5
ઓખા31.4 24.2
પોરબંદર31.4 20.1
રાજકોટ38.1 20.6
વેરાવળ30.4 22.9
દીવ31.8 20.8
સુરેન્દ્રનગર38.3 23.4
મહુવા36.6 20.6
કેશોદ34.6 19.0

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

માર્ચ એન્ડિંગમાં તાપમાનમાં બેવડો પ્રકોપ

હવામાન વિભાગની આગાહી મુજબ, માર્ચના છેલ્લા અઠવાડિયામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યને હવામાનના બેવડા પ્રકોપનો સામનો કરવો પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમરેલી અને તાપી સહિત ઘણા જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા છે.

Advertisment

48 કલાક દરમિયાન તાપમાનમાં ઘટાડો થશેઃ હવામાન વિભાગ

આ સાથે હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 26 માર્ચ એટલે કે આજથી ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. ભેજવાળા પશ્ચિમી પવનોને કારણે રાજ્યમાં 1 એપ્રિલ સુધી વાતાવરણ વાદળછાયું રહી શકે છે.

દરમિયાન 29 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 3 દિવસમાં રાજ્યમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આ પછી સમગ્ર વિસ્તારમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત આજે રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ પવનો ફૂંકાઈ રહ્યા છે.

વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત