/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/summer-Temperature-.jpg)
ગુજરાતમાં ગરમીનો પાર ઉચકાયો - photo - freepik
Gujarat Summer weather update, ગુજરાત વેધર : ગુજરાતમાં થોડા દિવસથી નરમ પડેલી ગરમી હવે ફરી માંથું ઉચકી રહી છે. ગુજરાતમાં હવે ગરમી વધવા લાગી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહ્યું છે. ગુજરાતમાં 24 કલાક ગરમી યથાવત રહેશે જોકે, ત્યારબાદ ગરમીમાં થોડી રાહત જોવા મળશે.
41.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે વિદ્યાનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું
ગુજરાતમાં ગરમી વધી રહી છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં 31.9 ડિગ્રીથી લઈને 41.3 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન રહ્યું હતું. જેમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે વિદ્યાનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 31.9 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.
અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી પહોંચ્યું
સમગ્ર ગુજરાતમાં તાપમાનમાં વધારો થતાં અમદાવાદમાં પણ ગરમી વધી હતી. એક સમયે 35 ડિગ્રી મહત્તમ તપામાન પહોંચેલી ગરમી અત્યારે 40 ડિગ્રી એ સ્પર્શી ગઈ છે. અમદાવાદની સાથે ગાંધીનગરમાં પણ ગરમીનો પારો ઉચકાઈને 40 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આ ઉપરાંત પણ 40.2 ડિગ્રી મહત્તમ તાપમાન પહોંચી ગયું છે.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 40.0 | 21.5 |
| ડીસા | 39.3 | 21.7 |
| ગાંધીનગર | 40.0 | 19.4 |
| વિદ્યાનગર | 41.3 | 23.8 |
| વડોદરા | 40.2 | 21.4 |
| સુરત | 37.0 | 23.2 |
| વલસાડ | – | – |
| દમણ | 33.4 | 22.8 |
| ભૂજ | 40.6 | 24.2 |
| નલિયા | 37.6 | 16.0 |
| કંડલા પોર્ટ | 35.4 | 23.0 |
| કંડલા એરપોર્ટ | 39.9 | 21.7 |
| અમરેલી | 40.4 | 21.4 |
| ભાવનગર | 38.8 | 23.0 |
| દ્વારકા | 32.2 | 24.8 |
| ઓખા | 31.9 | 24.9 |
| પોરબંદર | 38.6 | 20.9 |
| રાજકોટ | 41.0 | 20.4 |
| વેરાવળ | 31.9 | 21.9 |
| દીવ | 32.2 | 19.2 |
| સુરેન્દ્રનગર | 40.8 | 23.8 |
| મહુવા | 38.0 | 19.1 |
| કેશોદ | 40.5 | 19.7 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
આગામી 24 કલાક ભારે ગરમી પડશે
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક ગુજરાતમાં આવી જ ગરમી યથાવત રહેશે. ત્યારબાદ ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. આમ ગુજરાતમાં 24 કલાક બાદ ત્રણ દિવસ સુધી ગરમીમાં આંશિક રાહત જોવા મળશે. ત્યાર બાદ ગુજરાતના લોકોએ આગામી દિવસોમાં કાળઝાર ગરમી માટે તૈયાર રહેવું પડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us