Gujarat Summer weather update, ગુજરાત વેધર : ગુજરાતમાં માર્ચ મહિનો પુરો થવા આવી રહ્યો છે ત્યારે સાથે સાથે ગરમીનું પ્રમાણ પણ ધીમે ધીમે વધવા લાગ્યું છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી વટાવી ગયું છે. આગામી ત્રણ દિવસમાં પણ મહત્તમ તપામાનમાં વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હવે લોકોએ કાળઝાર ગરમી માટે તૈયાર રહેવું પડશે.
ગુજરાતમાં મહત્તમ તાપમાને 40 ડિગ્રીની સપાટી વટાવી
ગુજરાતમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગરમીએ ફરી 40 ડિગ્રીની સપાટી વટાવી છે. આંકડા પ્રમાણે 29.8 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર ર્હયું હતું. જ્યારે દ્વારકામાં 29.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચ્યું
ગુજરાતમાં તાપમાન વધવાની સાથે જ અમદાવાદ જેવા મેઘાસિટીમાં પણ તાપમાનમાં વધારો થયો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચ્યું છે. અમદાવાદમાં 39.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 39.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ
શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) અમદાવાદ 39.7 21.9 ડીસા 39.6 20.6 ગાંધીનગર 39.2 20.4 વિદ્યાનગર 39.5 22.8 વડોદરા 39.2 21.2 સુરત 38.7 21.8 વલસાડ – – દમણ 34.0 21.6 ભૂજ 39.6 21.7 નલિયા 39.6 17.6 કંડલા પોર્ટ 35.0 22.4 કંડલા એરપોર્ટ 40.0 22.4 અમરેલી 39.6 23.2 ભાવનગર 38.1 23.7 દ્વારકા 29.8 24.0 ઓખા 32.0 24.6 પોરબંદર 37.8 18.6 રાજકોટ 40.5 20.4 વેરાવળ 35.6 22.9 દીવ 36.0 18.8 સુરેન્દ્રનગર 41.0 23.0 મહુવા 39.4 18.5 કેશોદ 39.4 19.3
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
ત્રણ દિવસ બાદ મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી વધશે
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી ઉચકાશે. એટલે કે ગુજરાતમાં આગામી ત્રણ દિવસોમાં મહત્તમ તાપમાં 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. કારણ કે રવિવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતના લોકોએ આગામી દિવસોમાં કાળઝાર ગરમી માટે તૈયાર રહેવું પડશે.





