Gujarat Summer weather update : ગુજરાતમાં હીટવેવ અને કમોસમી વરસાદની બેવડી આગાહી, અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી પહોંચ્યું

Gujarat Summer weather update : અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી પહોંચી ગયું હતું. રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં બે દિવસ હીટવેવ વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી હતી.

Gujarat Summer weather update : અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી પહોંચી ગયું હતું. રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં બે દિવસ હીટવેવ વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat weather update

ગુજરાત હવામાન - પ્રતિકાત્મક તસવીર - photo - freepik

Gujarat Summer weather update, ગુજરાત વેધર : ગુજરાતમાં અત્યારે વાતાવરણમાં બે તરફી વલણ જોવા મળી રહ્યું છે.સોમવારે રાજ્યમાં તાપમાનમાં વધારો થયો હતો જ્યારે ક્યાંક ક્યાંક માવઠું પણ પડ્યું હતું. અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી પહોંચી ગયું હતું. રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં બે દિવસ હીટવેવ વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી હતી.

Advertisment

41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા બન્યું રાજ્યનું સૌથી ગરમ શહેર

ગુજરાતમાં બેતરફી વાતાવરણ વચ્ચે રાજ્યમાં મહત્તમ તાપમાનને 41 ડિગ્રીની સપાટી વટાવી દીધી હતી. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 30.8 ડિગ્રીથી લઈને 41.4 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. 41.4 ડિ્ગરી મહત્તમ તાપમાન સાથે મહુવા સતત રાજ્યનું ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 30.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી પહોંચ્યું

ગુજરાતમાં અત્યારે સવારે ઠંડી અને બપોરે ગરમી અનુભવાઈ રહી છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીમાં વધારો નોંધાયો હતો. અમદાવાદમાં બે ડિગ્રી જેટલી ગરમી વધીને 40 ડિગ્રી મહત્તમ તાપમાન પહોંચ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં પણ 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે વડોદરામાં 40.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ40.0 21.6
ડીસા40.0 19.7
ગાંધીનગર40.0 19.6
વિદ્યાનગર38.9 21.7
વડોદરા40.2 20.2
સુરત38.2 23.7
વલસાડ
દમણ35.0 25.2
ભૂજ39.6 21.0
નલિયા39.0 13.2
કંડલા પોર્ટ38.0 22.0
કંડલા એરપોર્ટ39.2 21.5
અમરેલી40.100
ભાવનગર38.822.8
દ્વારકા30.8 23.6
ઓખા32.4 24.8
પોરબંદર40.021.2
રાજકોટ41.1 18.6
વેરાવળ37.8 23.0
દીવ36.8 19.6
સુરેન્દ્રનગર41.0 22.0
મહુવા41.4 20.5
કેશોદ40.2 20.0
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં હીટવેવ અને કમોસમી વરસાદની બેવડી આગાહી

ગુજરાતમાં અપ્રિલ મહિનાની શરુઆત થઈ ગઈ છે ત્યારે ગરમી વધવાની સાથે વાતાવરણમાં ફેરફાર પણ થયો છે. અત્યારે ક્યાંક ગરમી પડી રહી છે તો ક્યાંક માવઠાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. રાજ્યમાં બેવડી ઋતુના માહોલ વચ્ચે હીટવેવ અને કમોસમી વરસાદની બેવડી આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ સૌરાષ્ટ્રના પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હીટવેવની આગાહી કરી હતી. જ્યારે ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં નર્મદા,વડોદરા,છોટાઉદેપુર, સુરત, તાપી અને ડાંગમાં વાવાઝોડા સાથે કમોસમી વરાસદ પડવાની શક્યતા છે.

વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત